GUJARAT INDIA

આપ ના નેતા આવ્યા મેદાન માં કહ્યું કે સોસાયટી માં બાકડા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે તો ઓકસીજન ના બાટલા માટે કેમ નહિ…

કોરોના સંક્રમણ વધતા મેડિકલ સુવિધાઓ પાંગળી સાબિત થઈ રહી છે. ત્યારે પાલિકામાંથી બાકડાઓ માટે ગ્રાન્ટ મળી શકે તો ઓક્સિજન ‘બાટલા’ માટે કેમ નહી, એવા સવાલ ઉભા કરી આમ આદમી પાર્ટીના નગરસેવકોએ ફરી સુરત મહાનગર પાલિકામાં સતા પર બેસેલી ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. તાત્કાલિક બાંકડા માટે ગ્રાન્ટ મજૂર કરી ભાજપ ઓક્સિજન માટે પાલિકા માનવતા દેખાડે એવા તીખા પ્રહાર કર્યા છે. આપના કોર્પોરેટરો એ કહ્યું હતું કે, ચોક્કસ સોમવારે અમે કમિશનર અને પાલિકાના ભાજપી હોદેદારો ને મળી ને રજૂઆત કરીશું અને જો અમારી માગણી નહી સ્વીકારાય તો ચોક્કસ આગળની રણનીતિ તૈયાર કરી લડત આપીશું.

નિરાલી પટેલ એ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, હા આ એક ખૂબ જ સરસ સવાલ છે. આપ આ મુદ્દા સાથે સહમત છે. પાલિકામાંથી દરેક કોર્પોરેટરને એક લાખની ગ્રાન્ટ ઓક્સિજન બોટલ માટે મળવી જ જોઈએ, આવા કપરા સમયમાં દરેક કોર્પોરેટર ગ્રાન્ટ માંથી 10-10 ઓક્સિજન બોટલ લાવે તો એક વોર્ડમાં ચાર કોર્પોરેટરના હિસાબે 40-50 બોટલની વ્યવસ્થા થઈ શકે અને એ એમના વોર્ડના દર્દીઓનો જીવ બચાવવામાં મદદ રૂપ થઈ શકે એ એમની લોક પ્રતિનિધિ તરીકેની જવાબદારી છે.

કનુ ગેડીયા (વોર્ડ નંબર 3ના કોર્પોરેટર આપ) એ જણાવ્યું હતું કે, હું ખુશ છું કે, માત્ર આપના કોર્પોરેટર જ નહીં પણ લોક સેવા સાથે જોડાયેલા લોકો પણ આ મહામારીમાં આટલા સરસ વિચારો આપી રહ્યા છે. ચોક્કસ આ બાબતે હું પાલિકામાં અવાજ ઉપાડીશ અને ગ્રાન્ટની માગણી કરી મારા વોર્ડના અન્ય કોર્પોરેટર મિત્રો સાથે આ વિચારને ફોલો કરી લોક પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવીશ.

વિપુલ સુહાગિયા (કોર્પોરેટર વોર્ડ નંબર 17, આપ) એ જણાવ્યું હતું કે, ચોક્કસ સારો વિચાર છે પણ પાલિકામાં બેસેલા બુદ્ધિજીવી ભાજપના સતાધીશોએ આવું વિચારવું જોઈએ, હું પાલિકામાં આ બાબતે કમિશનરથી લઈ મેયર સુધીના તમામ હોદ્દેદારોને રૂબરૂ મળી આ બાબતે રજુઆત કરીશ, લોકહિતમાં કામ કરતા દરેક કોર્પોરેટર હવે બાંકડા માટે નહીં બાટલા માટે ગ્રાન્ટ માગશે એવી અપેક્ષા રાખું છું.

ડો. કિશોરભાઈ રૂપરેલીયા (કોર્પોરેટર વોર્ડ નંબર 7, આપ) એ જણાવ્યું હતું કે, હા ચોક્કસ બાંકડા માટે ગ્રાન્ટ મળી શકે તો બાટલા માટે મળવી જોઈએ, આજે આ માહામારીમાં લોકો દવાથી ઓછા અને ઓક્સિજન વગર વધારે મૃત્યુ પામતા હોય એમ કહી શકાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં ઓક્સિજનનું મહત્વ હવે લોકોને સમજાઈ રહ્યું છે. એટલે ચોક્કસ પાલિકાએ ઓક્સિજન બોટલ માટે તાત્કાલિક ગ્રાન્ટ મજૂર કરી લોકોની મદદે આવવું જોઈએ. સુરત મહાનગર પાલિકા આ બાબતે ચોક્કસ સહકાર આપશે એવી આશા રાખું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *