GUJARAT INDIA

વધતા જતા સંક્રમણ ને ધ્યાન માં લઇ ને 3 મે સુધી વધારવામાં આવ્યું લોકડાઉન

સતત વધી રહેલા કોરોનાના કેસોના પગલે દિલ્હીમાં 3 મે સુધી લોકાડાઉન વધારવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ અંગે જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની બીજી લહેર જોખમી બની રહી છે. શનિવારે અહીં રેકોર્ડ 3 લાખ 48 હજાર 979 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. અત્યાર સુધી એક જ દિવસમાં નોંધાયેલ કેસનો આ આંકડો સૌથી મોટો આંક છે. આ સતત ચોથો દિવસ હતો જ્યારે દેશમાં 3 લાખથી વધુ પોઝિટિવ લોકોની ઓળખ કરવામાં આવી છે. આ દરમિયાન 2 લાખ 15 હજાર 803 લોકો સાજા પણ થયા હતા.

જ્યારે, મૃત્યુના આંકડાઓની વાત કરીએ તો ગઇકાલે દેશમાં કોરોનાને કારણે 2761 લોકોનાં મોત થયાં હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા હતા, જ્યાં 676 લોકો મૃત્યુ પામ્યા હતા. બીજી તરફ દિલ્હીમાં પણ 357 લોકોનાં મોત થયાં હતા.

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા એટલે કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે, તેમની સંખ્યા 26 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં હાલમાં 26 લાખ 74 હજાર 287 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. શુક્રવારે તેમાં 1 લાખ 30 હજાર 199 નો વધારો થયો હતો.

દેશમાં કોરોનાના આંકડામાં ભલે ઘણો વધારો થતો જોવા મળી રહ્યો છે, પરંતુ વસ્તીની દ્રષ્ટિએ, ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે. આ કિસ્સામાં, આપણે વિશ્વમાં 119મા ક્રમે છીએ, જ્યાં સૌથી વધુ કેસ આવી રહ્યા છે.

આંકડા પ્રમાણે ભારતમાં દર 10 લાખ વસ્તીમાં 11,936 લોકો પોઝિટિવ મળી રહ્યા છે અને 136 લોકોના મોત થઈ રહ્યા છે. આટલી જ વસ્તીમાં અમેરિકામાં 98,000, બહરીનમાં 96,000, ઇઝરાયેલમાં 91,000, ફ્રાન્સમાં 83,000, બેલ્જિયમમાં 82,000, સ્પેનમાં 74,000 અને બ્રાઝિલમાં 66,000 લોકો પોઝિટિવ મળી રહ્યા છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કોરોના પોઝિટિવ થયા છે. ડોકટરોની સલાહને પગલે તેમને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પટેલ બે દિવસથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ઘણા કાર્યક્રમોમાં જોડાયા હતા. ગુજરાતના સીએમ વિજય રૂપાણી પણ ત્યાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *