GUJARAT INDIA

PM મોદી એ “મન કી બાત”માં કહી આ મોટી વાત.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રેડિયો કાર્યક્રમ મન કી બાતના 76માં એપિસોડ દરમિયાન રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન વર્કર્સ અને કોવિડ દર્દીઓના અનુભવોને દેશની જનતા સાથે શેર કર્યા. તેમણે વેક્સિનેશન વિશે પણ સ્પષ્ટતા કરી હતી કે વેક્સિનનું મહત્વ બધા જાણી રહ્યા છે. કોઈપણ અફવાઓ માં ન આવશો. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં વેક્સિનનું મહત્વ દરેક લોકો જાણી રહ્યા છે. કોઈપણ અફવાઓ માં ન આવશો. ભારત સરકાર દ્વારા તમામ રાજ્ય સરકારોને મફત વેક્સિન મોકલવામાં આવી રહી છે. 45 વર્ષથી વધુ ઉંમરના લોકો તેનો લાભ લઈ શકે છે. 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને પણ વેક્સિન આપવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર દ્વારા નિ: શુલ્ક વેક્સિનેશનનો કાર્યક્રમ આગળ પણ ચાલુ જરહેશે. મારો રાજ્યોને પણ આગ્રહ છે કે તેઓ ભારત સરકારના મફત વેક્સિન અભિયાનનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડે.

વડાપ્રધાન મોદીએ રાયપુરની સિસ્ટર ભાવના સાથે વાત કરી હતી. ભાવનાએ કહ્યું કે મારો કોવિડનો અનુભવ 2 મહિનાનો છે. અમે 14 દિવસ ફરજ બજાવીએ છીએ અને પછી અમને આરામ આપવામાં આવે છે. જ્યારે મારી ડ્યૂટી લાગી તો મેં મારા પરિવાર સાથે વાર શેર કરી. તેઓ બધા ગભરાઈ ગયા અને ડરી ગયા. ભાવનાત્મક પરિસ્થિતિ ઉભી થઈ અને દીકરીએ પૂછ્યું કે તમે ડ્યૂટી પર જાઓ છો? જ્યારે હું કોવિડ સેન્ટર નજીક ગઇ ત્યારે ત્યાં દર્દીઓ એટલા ભયભીત હતા કે તેઓ કંઈપણ સમજી રહ્યા ન હતા. અમે તેમના ડરને કેવી રીતે દૂર કરી શકીએ તે માટે, અમે એક સારું વાતાવરણ આપ્યું. અમને સૌથી પહેલા પીપીઇ કીટ પહેરવા માટે કહેવામા આવ્યું. તેને પહેરીને ડ્યૂટી કરવી ખુબ જ મુશ્કેલ છે. મને ખબર ન હતી કે અમારા સાથી કોણ છે. અમે લોકોને સાથે મળીને દર્દીઓનો ભય દૂર કર્યો. દર્દીઓમાં બધા લક્ષણો હતા પરંતુ તેઓ ટેસ્ટ કરાવતા ન હતા. ટેસ્ટ કરાવવામાં મોડુ કરી રહ્યા હતા અને ત્યાં સુધીમાં તો સંક્રમણ ફેફસામાં વધુ જતુ હતું. જ્યારે અમે તમામ પ્રકારના દર્દીઓ જોયા, ત્યારે તેઓએ કહ્યું કે અમે ડરને કારણે આવી શક્યા નથી. ડર સારો નથી હોતો, તમે અમને સાથ આપો અને અમે તમને સાથ આપીશું.

મોદીએ કહ્યું કે ગુરુગ્રામની પ્રીતિ ચતુર્વેદીએ કોરોનાને હરાવ્યો છે. તેમના અનુભવો આપણા માટે ઉપયોગી થશે. કોરોના સામે લડવા માટે તેમની પ્રશંસા કરું છું. આ બાબતે પ્રીતિએ કહ્યું, “મને પહેલાં ઘણી નબળાઈ હતી, ત્યારબાદ મને ગળું સુકાવાનું શરૂ થયું. મેં ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ આવતાની સાથે જ મેં મારી જાતને આઇસોલેટ કરી લીધી. ડોકટરોની સલાહ લીધા પછી મેં સારવાર શરૂ કરી દીધી. મેં બધી જરૂરીયાતની વસ્તુઓ રૂમમાં રાખી પોતાને બંધ કરી દીધી. મેડિટેશન સાથે યોગ કર્યા, ઉકાળો પીધો, પોષ્ટિક ખોરાક ખાધો, પાણી પીધું, ગરમ પાણી પીધું, પ્રોટીનયુક્ત આહાર લીધો. ગભરાશો નહીં, સકારાત્મક રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં યોગ અને ઉકાળો લેવાનું બંધ નથી કર્યું. પોષ્ટિક ખોરાક હજુ પણ ચાલુ જ છે.’
મોદીના સંબોધનની 3 મહત્વપૂર્ણ વાતો

1. કોરોના વાવાઝોડાએ દેશને હચમચાવી દીધો
આજે, હું તમને મન કી બાત એવા સમયે બોલી રહ્યો છું, જ્યારે કોરોના આપણાં સૌના દુખ સહન કરવાની મર્યાદાની પરીક્ષા લઈ રહ્યો છે. ઘણા બધા આપણને અકાળે છોડીને ચાલ્યા ગયા છે.
કોરોનાની પ્રથમ લહેરનો સફળતાપૂર્વક લડ્યા પછી, દેશ આત્મવિશ્વાસથી ભરેલો હતો, પરંતુ કોરોનાના આ વાવાઝોડાએ દેશને હચમચાવી નાખ્યો છે.

2. દેશ એક થઈને કોરોના સામે લડી રહ્યો
સમાજના લોકો પણ આ સમયે પાછળ નથી. દેશ એક થઈને કોરોના સામે લડી રહ્યો છે. કેટલાક લોકો ક્વોરેન્ટાઇનમાં રહેતા લોકોને દવા પહોંચાડી રહ્યા છે, તો કેટલાક શાકભાજી-દૂધ-ફળો પહોંચાડી રહ્યા છે. કોઈ એમ્બ્યુલન્સ સેવા મફત કરી રહ્યા છે. ગામડાઓમાં પણ જાગૃતિ જોવા મળી રહી છે. લોકો પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. બહારથી આવનારાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શહેરોમાં પણ યુવાનો પ્રયાસ કરી રહ્યા છે.

3. આપણે ટૂંક સમયમાં જ આ આપત્તિમાંથી બહાર આવીશું
દેશ દિવસ-રાત હોસ્પિટલમાં વેન્ટિલેટર અને દવા માટે કામ કરી રહ્યો છે, તો દેશવાસીઓ પણ હૃદયથી કોરોનાના પડકાર સામે લડી રહ્યા છે. આ લાગણીઓ આત્મવિશ્વાસ અને શક્તિ આપી રહી છે. આજે મન કી બાતમાં આખી ચર્ચા કોરોના પર જ રાખવામાં આવી છે. આજે આપણી પ્રાથમિકતા આ કોરોનાને હરાવવાની છે. મહાવીર જયંતી પણ છે. હું તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવું છું. રમજાન મહિનો ચાલી રહ્યો છે. આગળ બુદ્ધ પૂર્ણીમા છે, ટાગોર જયંતી, ગુરુ તેગબહાદુર જયંતી છે. આ બધા અમને ફરજ માટે પ્રેરણા આપે છે. આગ્રહ કરું છું કે સૌને વેક્સિન આપવાની છે અને સાવધાન રહેવાનુ છે. દવાઈ પણ કડાઈ પણ. આપણે જલ્દી જ આ આપત્તિમાંથી બહાર આવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *