INDIA RAJKOT

રાજકોટ માં વિશ્વાસ તૂટ્યો “નપાણીયા” નેતા ઓ ના કારણે બની આ ભયજનક ઘટના – ઓમ શાંતિ

તંત્ર જાણે માત્ર હોસ્પિટલમાં દાખલ દર્દીને જ ગણતું હોય તેમ હોમ આઈસોલેશનમાં ઓક્સિજન આપીને જીવ બચાવવા મામલે કોઇ પગલાં લીધા નથી.
સ્વજનો સિલિન્ડર શોધે અને તેને રીફિલ કરવા માટે 15-15 કલાક લાઈનમાં ઊભા રહે છે પણ છેલ્લા બે દિવસથી સિલિન્ડર ભરી જ નથી દેતા જેથી સ્વજનો ઘરે પહોંચે ત્યાં દર્દીએ અંતિમ શ્વાસ લઈ લીધા હોય છે. ચૂંટણી પછી કોરોનાના કેસ વધી રહ્યા હતા ત્યારે પણ તંત્રએ અગોતરું કશું જ આયોજન કર્યું ન હતું. ફેબ્રુઆરીના અંત બાદ જ્યારે કોરોનાના કેસ એકદમથી વધ્યા ત્યારે દોડાદોડી કરી પણ ત્યાં સુધીમાં સ્થિતિ બગડી ચૂકી હતી. નધણિયાત તંત્ર અને નપાણિયા નેતાઓને કારણે રાજકોટ જિલ્લામાં હજુ સુધી 5000 બેડ પણ થયા નથી.

લોકો હોસ્પિટલ માટે દોડી રહ્યા છે પણ બેડ ન મળતા નાછૂટકે ઘરે સારવાર કરવા મજબૂર છે. આવા દર્દીઓ માટે ઓક્સિજન લેવા કતારોમાં ઊભા રહે છે પણ હવે કતારો બાદ પણ ઓક્સિજન ન મળતા હોમ આઈસોલેશનમાં રહેલા મજબૂર દર્દીઓ મોતને ભેટી રહ્યા છે તેવું ભયાવહ ચિત્ર સામે આવ્યું છે. દિવ્ય ભાસ્કરે આવા 3 પરિવારનો સંપર્ક કરતા હૃદયને કંપાવનારી કહાની બહાર આવી છે.હિરેનભાઈ ચોટલિયા જણાવે છે કે, ‘મારા બે માસી રાજકોટમાં રહે છે અને બંનેના ઘર કોરોનાગ્રસ્ત છે. દોડાદોડી કરવા માટે હું એક જ છું. બંને ઘર વચ્ચે એક જ સિલિન્ડર છે.

સવારે લાઈનમાં ઊભો રહું, બપોરે વારો આવે અને ઘરે આવું ત્યારે લેવલ જળવાય. રામનવમીએ સવારે ઓક્સિજન માટે ગયો અને વારો આવ્યો ત્યાં જાણવા મળ્યું કે, માસીનું મોત થયું છે. ઘટનાને 24 કલાક પણ ન થયા અને મારે ફરીથી કતારમાં જવું પડ્યું કારણ કે, 33 વર્ષના માસિયાઈ ભાઈનું ઓક્સિજન લેવલ ઓછું છે. આજે સવારનો લાઈનમાં છું, રાત થઈ હવે કહે છે કે કાલ સાંજે આવજો. પ્રેમ વાજેદવાણીના માતા આશાબેન કોરોનાગ્રસ્ત થતા બેડની શોધ આદરી પણ ન મળ્યો, પ્રેમ કહે છે કે, ‘સવારે 4 વાગ્યાથી સાંજના 4 સુધી સતત લાઈનમાં ઊભો રહું છું પણ ઓક્સિજન મળ્યું નહીં.

સગાં સંબંધી મિત્રો બધાને કાકલૂદી કરી હતી કે સિલિન્ડર આપો, ઓક્સિજન આપો, ખાનગી હોસ્પિટલમાં બેડ મળે તે માટે બધે રખડ્યો. છેલ્લે એવું જાણવા મળ્યું કે, ભાવનગરમાં બેડ ખાલી છે એટલે અમે ત્યાં જવા માટે નીકળ્યા પણ રસ્તામાં જ મમ્મીનું અવસાન થઈ ગયું.’

મોરબી ગયા અને એક ખાલી સિલિન્ડર મળ્યું ત્યાંથી શાપર આવ્યા લાઈનમાં ઊભા રહ્યા પણ રીફિલન કરતા મેટોડા ગયા ત્યાં પણ વારો આવ્યો આ રીતે ઓક્સિજન વગર રખડ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *