SPORT

કાલની મેચમાં જાડેજાના તુફાનમાં RCB ઉડયું, એક ઓવરમાં 5 સિક્સ, 1 ફોર મારી અને 3 વિકેટ લઈને રચ્યો ઇતિહાસ

IPL 2021 સીઝનની 19મી મેચ આજે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર બેંગ્લોર (RCB) વચ્ચે યોજાઈ હતી. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં સપાટ વિકેટ પર રમાઈ હતી. પિચ સપાટ હોવાથી આ એક હાઈસ્કોરિંગ મેચ થાય એવી સંભાવનાઓ જણાઈ રહી હતી. CSK હંમેશા RCB પર હાવી થઈ છે, છેલ્લી 11 મેચમાં ચેન્નઈએ RCBની ટીમને 9 વાર પરાસ્ત કરી છે. રવિન્દ્ર જાડેજાએ પ્રથમ બેટિંગમાં 62 રન કર્યા હતા, ત્યારપછી બોલિંગ દરમિયાન 13 રન આપી 3 વિકેટ પણ લીધી હતી.

ધોનીએ ટોઝ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. CSKએ 4 વિકેટના નુકસાને 191 રન બનાવ્યા હતા. RCBને મેચ જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જેના જવાબમાં મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ બેટિંગ કરી રહ્યા હતા. અત્યારે RCBએ 9 વિકેટના નુકસાને 122 રન બનાવ્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ બેટિંગની સાથે બોલિંગ અને ફિલ્ડિંગમાં પણ અદ્ભુત પ્રદર્શન દાખવ્યું હતું. એણે 4 ઓવરમાં 13 રન આપીને 3 વિકેટ ઝડપી હતી અને 1 રન આઉટ પણ કર્યો હતો.
જુઓ જાડેજાની આક્રમક બેટિંગનો વિડીયો-

રવિન્દ્ર જાડેજાએ અંતિમ ઓવરમાં આક્રમક બોલિંગ કરી હતી. હર્ષલ પટેલે અંતિમ ઓવરમાં 5 સિક્સ અને 1 નો બોલ સાથે 37 રન લુટાવ્યાં હતા. અંબાતી રાયુડુ 14 રન બનાવીને હર્ષલ પટેલનો શિકાર થયો હતો.

ધોનીએ ટીમમાં 2 ફેરફારો કર્યા છે. મોઈન અલી અને લુંગી એન્ગિડીની જગ્યાએ બ્રાવો અને તાહિરને ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે RCBમાં વિરાટ કોહલીએ કેન રિચર્ડસનની જગ્યાએ ડેનિયલ ક્રિશ્ચિયનને સામેલ કર્યો છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં RCB ટોપ પર છે, જ્યારે ચેન્નઈ બીજા ક્રમાંક પર છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં RCBએ આ સીઝનની તમામ 4 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ત્યાં, મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશિપમાં CSK એ 4માંથી 3 મેચમાં જીત પ્રાપ્ત કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *