GUJARAT INDIA

કોરોના ની ચેન તોડવા ગુજરાત ના આટલા મોટા શહેરો માં લોકડાઉન,જાણો અહી.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ હવે બેકાબૂ થયું છે. રોજ ગુજરાતમાં સરકારી ચોપડે 15 હજારથી ઉપર નવા કેસો નોંધાઈ રહ્યા છે. વારંવાર સરકાર દ્વારા એવી જાહેરાતો પણ કરવામાં આવી રહી છે કે, લોકો બિનજરૂરી રીતે ઘરની બહાર નાં નીકળે.

સરકાર અધિકૃત રીતે દિવસનું લોકડાઉન જાહેર નથી કરી રહી ત્યારે હવે શહેરોના વિસ્તારોમાં, તાલુકાઓમાં અને ગામડાઓમાં લોકો અને વેપારીઓ આગળ આવીને સ્વૈચ્છિક લોકડાઉન આપી કોરોનાની ચેઈન તોડવા પ્રયાસ કરી રહ્યા છે. કેટલાક ગામડાઓમાં તો પહેલા જ લોકો સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરી ચૂક્યા છે.

તેવામાં હવે પાટણમાં વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. 30 એપ્રિલ સુધી રાધનપુર, સાંતલપુર, વારહીમાં સંપૂર્ણ સ્વંયભુ લોકડાઉન લગાવાયું છે. રાધનપુર અને સાંતલપુરમાં સ્વૈચ્છિક લોકડાઉન વધારાયું છે. સવારે 9થી 12 આવશ્યક વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

બેવડી નીતિ : અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂમાં 500 જેટલા આ ‘ખાસ લોકો’ને આવન-જાવન કરતા તંત્ર નહીં રોકે
તો કોરોનાના સંક્રમણને કારણે સાબરકાંઠા જિલ્લામાં પણ સ્વયંભૂ લોકડાઉન લગાવાયું છે. હિંમતનગર આજે પણ સજ્જડ બંધ રહેશે. 2મે સુધી હિંમતનગરમાં લોકડાઉનનો નિર્ણય લેવાયો છે.

બીજી તરફ મહેસાણાના અનેક તાલુકાઓમાં લોકડાઉન લંબાવાયું છે. કોરોનાના સંક્રમણને કારણે વિસનગરમાં 2 મે સુધી જ્યારે ખેરાલુમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. મહેસાણામાં પણ 2 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. માત્ર આવશ્યક સેવાઓની દુકાન ચાલુ રહેશે. તો ઊંઝા શહેરમાં સ્વયંભૂ લૉકડાઉન આગામી 2 મે સુધી લંબાવાયું છે.

અરવલ્લીના ભિલોડામાં એક અઠવાડિયાનું લોકડાઉન લગાવવાનો ગ્રામપંચાયત અને વેપારી એસોસિએશનનો નિર્ણય કર્યો છે. 27 એપ્રિલથી 2મે સુધી બજારો બંધ રહેશે. કોરોના સંક્રમણ વધતા સ્વયંભૂ બંધનો નિર્ણય લેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *