INDIA

લંચ બોક્સ સામે પડ્યું હોવા છતાં મજૂરોએ કહ્યું- હજી 50 ટન ઓક્સિઝન બનાવવાનો છે, ત્યાં સુધી નહિ ખાઈએ- સલામ છે આવા યોદ્ધાઓને

સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડના અહીં રાત-દિવસ લિક્વિડ મેડિકલ ઓક્સિજન બનાવાઈ રહ્યો છે. બોકારો સ્ટીલ લિમિટેડના કેપ્ટિવ પ્લાન્ટમાં પણ ઓક્સિજન તૈયાર કરતા મશીનો અવાજ કરી રહ્યા છે. અહીંથી ઓક્સિજન લઈ જવા ઉત્તર પ્રદેશથી એક ગુડ્સ ટ્રેન નીકળી ચૂકી છે, જેમાં એક રેક ભરીને ઓક્સિજન આપવાનો છે. તે શનિવારે રાત્રે 10 વાગ્યે બોકારો પહોંચશે.

અહીંના કેપ્ટિવ પ્લાન્ટમાં 90 અને આઈનોક્સના પ્લાન્ટમાં આશરે 80 કર્મચારી છે. 8-8 કલાકની ત્રણ શિફ્ટમાં સતત ઓક્સિજન ઉત્પાદન થઈ રહ્યું છે. મજૂરો સામે લંચ બોક્સ પડ્યા છે. એટલે અમે પૂછ્યું કે, ‘તમે ભોજન લઈ લીધું?’ જવાબમાં મજૂરોએ કહ્યું કે, ‘રોજનો 150 ટન ઓક્સિજન બનાવવાનો છે. હજુ 100 ટન પણ નથી બન્યો. સમય ઓછો છે. જ્યાં સુધી 50 ટન તૈયાર નહીં થાય, ત્યાં સુધી ભોજન નહીં લઈએ.’

છત્તીસગઢના ભીલાઈમાં હાલ 29 પ્લાન્ટમાં 400 ટનથી વધુ મેડિકલ ઓક્સિજનનું ઉત્પાદન થઈ રહ્યું છે. અહીં પહેલીવાર સંપૂર્ણ ક્ષમતા સાથે ઉત્પાદન કરાઈ રહ્યું છે. સમયસર બીજા રાજ્યો સુધી ઓક્સિજન લઈ જઈ શકે તે માટે પહેલીવાર ગ્રીન કોરિડોરની પદ્ધતિ પણ અપનાવાઈ છે. ઈન્ડસ્ટ્રિયલ ઓક્સિજનનું ઉત્પાદન માર્ચ પછી બંધ છે. ભીલાઈ પ્લાન્ટમાં ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ છે, જેનું સંચાલન પ્રેક્સ એર કરે છે.

પ્લાન્ટ-1માં ઉત્પાદન બંધ થઈ ગયું છે, જ્યારે પ્લાન્ટ-2 અને 3ની ઉત્પાદન ક્ષમતા પ્રતિ દિન 265 ટનની છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓની બેઠક પછી ઓક્સિજન ઉત્પાદક એકમોમાં મોનિટરિંગ શરૂ કરાયું છે. ભીલાઈ ઓક્સિજન પ્લાન્ટમાં જ રાજ્ય શાસનના 4 અને કેન્દ્ર શાસનના 2 અધિકારી તહેનાત છે.

તેમને નિર્દેશ કરાયો છે કે, ઓક્સિજન પ્લાન્ટ સાથે જે રાજ્યો સાથે સમજૂતિ છે, તે પ્રમાણે ઓક્સિજન પહોંચાડાય. ઓક્સિજન પુરવઠાને લઈને રોજ કેન્દ્ર-રાજ્યો વચ્ચે સંતુલન કરાઈ રહ્યું છે. ભીલાઈ મેનેજમેન્ટને આ વિશે મીડિયા સાથે વાત કરવાની ના પાડી દેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *