GUJARAT SURAT

સુરત માં વધુ એક કોરોના ની હોસ્પિટલ માં આગ લાગી,5 માં માળ એ આગ લાગતા….

આયુષ હોસ્પિટલમાં આગ લાગતાં સ્ટાફ કર્મચારીઓ બચવા માટે ટેરેસ પર દોડી ગયા હતા.દર્દીઓને ખસેડતી વખતે અને ત્યારબાદ પાંચ લોકોના મોત થયાં હતાં.લાલ દરવાજા ખાતે આવેલા પરમ ડોક્ટર હાઉસ બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં રાત્રે 11.30 કલાકે એસ.સીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગતાં ભાગદોડ મચી હતી.

ફાયરબ્રિગ્રેડ આઇસીયુ વોર્ડમાં દાખલ 19 કોરોના દર્દીના રેસ્ક્યૂ કર્યા હતા. આ દરમિયાન ફાયરબ્રિગેડને જાણ કરાતાં બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. છ ફાયર સ્ટેશન પરથી વાહનો દોડી આવ્યાં હતાં. ફાયરે ઘટનાને કાબૂમાં લઈ કોરોનાની સારવાર લેતા 19 દર્દીને રેસ્ક્યૂ કર્યા હતા.

કોઇ ઇજા કે જાનહાનિ જોવા મળી નથી. હોસ્પિટલના આઇસીયુના કોરોના વોર્ડમાં પ્રાથમિક રીતે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા છે.આગની ઘટનામાં કોઇ જાનહાનિ કે ઇજા થઇ ન હતી. તમામ 19 દર્દીને સિવિલ અને સ્મિમેર ખાતે ખસેડવામાં આવ્યા હતા.ફાયર ઓફિસર જગદીશ પટેલે કહ્યું હતું કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરાયા છે.

આઇસીયુ વોર્ડમાં 12 કોરોના દર્દી દાખલ હતા. જે તમામને રેસ્ક્યૂ કરી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.પાંચના મોત:રામજીભાઈ લૂખી ,અલ્પાબેન બિપિન મોરડીયા,અરવિંદભાઈ શિંગાળા,રાજુ મોહન પટેલ ,રમેશ નરસિંહ પડસાળા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *