GUJARAT VADODARA

હવે તો ભાજપ માં ધારાસભ્ય એ પણ કીધું કે સરકાર લોકડાઉન કરો..

વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ગ્રામ્ય વિસ્તારોની હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડેસિવરનો જથ્થો પૂરો પાડવાની માગ કરી છે અને વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારની હોસ્પિટલોને કેટેગરીમાં વહેંચીને ઓક્સિજન બંધ કર્યો છે, એ નિર્ણયને પરત ખેંચવાની માગ કરી છે. આ ઉપરાંત રેમડેસિવિર ઇન્જેક્શનનાં કાળાં બજાર થતાં હોવાની પણ રજૂઆત પત્રમાં કરી છે.

વધુમાં, તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં બેડ પણ ઓછાં કરવાની ચર્ચાઓ ચાલી રહી છે, તો સરકાર તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા સાવલી અને ડેસર ખાતે ઓક્સિજન બેડ તૈયાર કરેલાં છે તથા બીજી તૈયારીઓ ચાલી રહી છે એનું શું? અને પહેલાંથી જ ઓક્સિજન ગ્રામ્ય વિસ્તારોમાં ઓછો આપવામાં આવતો હતો. જો જથ્થો બંધ થશે તો દર્દીઓનું શું? આ બાબતે મારો સખત વિરોધ નોંધાવું છું.

આપ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી છો, આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારી નિર્ણય લો
તેમણે પત્રમાં જણાવ્યું હતું કે આપ ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી છો, આ બાબતે ગંભીરતાપૂર્વક વિચારી નિર્ણય લો. વડોદરા શહેર-જિલ્લો મધ્યમાં આવેલું છે, જેને કારણે આસપાસના જિલ્લાના દર્દીઓને પણ અહીં લાવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં આ નિર્ણયથી પરિસ્થિતિ ગંભીરથી અતિગંભીર થવા જઇ છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

લોકડાઉન અથવા એને અનુરૂપ કોઈ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે આ મહામારીએ ધીમેધીમે પગપેસરો કરી દીધો છે. ગત વર્ષે કોરોનાને કારણે જે સામાજિક પ્રસંગો(લગ્નો), કર્યા ન હતા. એને કારણે હાલમાં ખૂબ સામાજિક પ્રસંગો છે, જેથી લોકોની અવરજવર પણ ખૂબ રહે છે, જેને કારણે સંક્રમણનો ભય રહે છે, જેથી કરીને લોકડાઉન અથવા તેને અનુરૂપ કોઇ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે, જેથી આ મહામારીની ચેન તોડી શકાય.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ વડોદરા શહેર અને ગ્રામ્યમાં કોવિડ સેન્ટરો તથા હોસ્પિટલો કાર્યરત છે અને પરિસ્થિતિ જોતાં ગ્રામ્ય લેવલે પણ વધારે કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે, જેમાં કોરોનાથી બીમાર થયેલી વ્યક્તિઓને રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવામાં ખૂબ જ તકલીફ પડે છે. દર્દીનાં સગાંને હોસ્પિટલ દ્વારા ઇન્જેક્શન માટે જણાવવામાં આવે છે. તો તેમને જાણકારી વગર ખૂબ જ ધક્કા ખાવા પડે છે અને છેવટે પોતાના ઘરના સભ્યને બચાવવા બ્લેકમાં વધારે પૈસા આપીને ઇન્જેક્શનો ખરીદે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *