GUJARAT INDIA

કોરોના મામલે હાઈકોર્ટ બાદ સુપ્રીમકોર્ટ એ મોદી સરકારને ખખડાવી

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત અને બીજી મુશ્કેલીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સુનાવણી થઈ. કોર્ટે કેન્દ્રને પુછ્યું કે સંકટમાંથી ઉગરવા માટે તમારો નેશનલ પ્લાન શું છે? શું વેક્સિનેશન જ મુખ્ય વિકલ્પ છે.

આ અંગે કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે સરકાર હાઈ લેવલ પર આ મુદ્દા પર કામ કરી રહી છે અને મુશ્કેલીઓ દૂર કરવા માટે વડાપ્રધાન પોતે આ બાબતે ધ્યાન આપી રહ્યા છે. કોરોના દરમિયાન ઓક્સિજન, વેન્ટિલેટર્સ, બેડ અને વેક્સિન જેવી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે પોતે આ મુદ્દો ઉઠાવ્યો હતો.

ગત સુનાવણીમાં કોર્ટે કેન્દ્ર પાસે નેશનલ પ્લાન માગ્યો હતો. જસ્ટિસ એસ.રવીન્દ્ર ભટ, જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ અને જસ્ટિસ એલ. નાગેશ્વરની બેન્ચ આ મામલાની સુનાવણી કરી રહી છે. કોર્ટે વરિષ્ઠ વકીલ અને પૂર્વ સોલિસિટર જનરલ હરીશ સોલ્વેને અમિક્સ ક્યૂરી બનાવ્યા હતા. જોકે તેઓ કેસમાંથી બહાર નીકળી ગયા છે.

સુપ્રીમ કોર્ટે તામિલનાડુમાં વેદાંતાના સ્ટરલાઈટ પ્લાન્ટમાં ઓક્સિજન સપ્લાઈની મંજૂરી આપી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે પ્લાન્ટમાં માત્ર ઓક્સિજન પ્રોડ્યુસ થશે, બીજું કંઈ જ કામ કરવામાં આવશે નહિ. વેદાંતાએ કોર્ટને કહ્યું હતું, અમે પ્લાન્ટમાં માત્ર ઓક્સિજન બનાવીશું, વીજળી નહિ. વીજળી રાજ્ય દ્વારા આપવામાં આવશે.

વેદાંતાના આ તુતિકોરિન સ્થિત પ્લાન્ટને 2018માં ત્યારે બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે પર્યાવરણને થઈ રહેલા નુકસાનના કારણે લોકોએ દેખાવો કર્યા હતા. આ દરમિયાન થયેલી હિંસામાં 13 લોકોનાં મૃત્યુ થયાં હતાં. મંગળવારે સુનાવણી દરમિયાન એક વિક્ટિમ તરફથી એડવોકેટ કોલિન ગોંજાલ્વિસે કહ્યું હતું કે વેદાંતા સતત ભૂલો કરતી આવી છે. આ અંગે સુપ્રીમ કોર્ટ કહ્યું, અમે આ સમયે માત્ર ઓક્સિજન પ્લાન્ટ ચલાવવાની મંજૂરી આપી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *