Uncategorized

કેન્સર હતું ત્યાં કોરોના પણ ત્રાટક્યો અંતે રોગપ્રતિકારક શક્તિ નબળી હોવા…

રાજકોટના ચંદ્રિકાબેન વૈદ્ય જણાવે છે કે, ‘મારી ઉંમર 63 વર્ષની છે. 2020 માં સતત પેટમાં દુખાવો રહેતો હતો, જમી નહોતી શકતી. પરિવારની સલાહ માનીને મેં કેન્સરનો રિપોર્ટ કરાવ્યો. ત્રીજા સ્ટેજનું કેન્સરનું નિદાન થયું. હજુ તેની સારવાર ચાલુ જ હતી. ત્યાં એપ્રિલ 2021માં કોરોના પોઝિટિવ આવ્યો. આમ 9 માસમાં કેન્સર અને કોરોના બન્ને રોગનો ભોગ બની.

આખી રાત નીંદર નહોતી આવતી. કેન્સરની થેરાપીમાં માથાના વાળ ઉતરી જાય છે. એ પરિસ્થિતિનો સામનો કરી શકું એ માટે થેરાપી પહેલા જ મેં મારા વાળ કપાવી નાખ્યા.મને કોરોના ન થાય તે માટે મારા પરિવારે સતત કાળજી રાખી. આમ છતાં હું તેનો ભોગ બની.

પતિ પોઝિટિવ આવ્યાના બીજા જ દિવસે મારો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. 22 સભ્યના પરિવારમાં 15 લોકો પોઝિટિવ થયા હતા. પરિવારના બીજા સભ્યો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેટેડ થયા. પહેલીવાર મારા પરિવારથી પહેલી વાર દૂર રહીને બન્ને રોગ સામે લડી.

કિમોથેરાપી ચાલુ હતી તેથી રોગપ્રતિકારક શક્તિ સાવ નબળી પડી ગઈ હતી. સીઆરપી 20- 22 ની વચ્ચે રહેતું હતું. આખો દિવસ રૂમમાં પૂરાઈ રહેવું પડતું હતું. રૂમનો દરવાજો ખુલ્લો રાખતી હતી. જેથી કરીને મારા પરિવારના સભ્યોને આવતા જતા જોઇ શકું.

હોમ આઈસોલેટેડનો એક એક દિવસ કાઢવો મારા માટે મુશ્કેલ હતો. આખરે મારો હકારાત્મક અભિગમ,પરિવારના સાથ સહકારથી આખરે હું આ બન્ને બીમારીમાંથી બહાર નીકળી ગઈ. અત્યારે હું નોર્મલ લાઈફ જીવી રહી છું અને નાનું મોટું ઘરકામ પણ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *