GUJARAT SURAT

રાજ્ય સરકાર નો મોટો નિર્ણય કાલ થી સુરત માં કાપડ બજાર અને હીરા બજાર 7 દિવસ સુધી સંપૂર્ણ પણે બંધ

સુરત વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર હરકતમાં આવ્યું છે તેથી સુરત માટે 28 થી 5 મે સુધી કાપડ બજાર તથા હીરા બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના થકી વધતા કોરોના સંક્રમણ ને રોકી શકાય તેવી આશા છે હાલ કોરોનાની મહામારી ને કારણે ઘણા વિસ્તારો એસએમ lockdown નો ભંગ કર્યો છે કે વચ્ચે હીરા બજાર અને કાપડ બજાર ના અધિકારીઓ તથા કોર્પોરેશનની સહમતિથી ૨૮ એપ્રિલથી પાંચમી સુધી હીરા બજાર તથા કાપડ બજાર સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેવો તેલ હીરાના કારખાનાઓ એ 50 ટકા સ્ટાફ સાથે શરુ રાખી શકાશે જેમાં બધાએ સોશિયલ અંતર, માસ્ક અને સેનિટેશન ચોક્કસ પણે પાલન કરવાનું રહેશે

તથા ગુજરાતના 29 જેવા જિલ્લાઓમાં મીની લોકડાઉન જેવો માહોલ કરવામાં આવે છે જે વચ્ચે જીમ, બાગ બગીચા ,મોલ ,શોપિંગ સેન્ટર ,સિનેમા હોલ ,ઓડિટરિયમ ,વોટર પાર્ક , જાહેર મેળા , બ્યુટી પાર્લર ,સલૂન વગેરે બંધ રહેશે

પણ ડેરી કરિયાણા ની દુકાનો ,બેંક ,કુરિયર સર્વિસ ,ઓદ્યોગિક કામ તથા જીવન જરૂરિયાત ની વસ્તુ ઓ ખુલ્લી રહેશે

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

તથા સુરત આજ ના પોઝિટિવ કેસ ની સ્થિતિ
સુરત મહાનગરપાલિકા અને જિલ્લા પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે વધુ 2269 કેસ સાથે પોઝિટિવનો આંકડો વધીને 1,08,774 પર પહોંચી ગયો છે. આજે સરકારી ચોપડે 27 જેટલા નવા મોત કોરોનામાં દર્શાવવામાં આવ્યાં છે. જેથી મૃત્યુઆંક વધીને 1698 પર પહોંચી ગયો છે. આજે શહેરમાંથી 1225 અને જિલ્લામાંથી 472 લોકોને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યાં છે. જેથી ડિસ્ચાર્જનો આંકડો વધીને 84,661 પર પહોંચી ગયો છે. હાલ શહેર અને જિલ્લામાં કુલ 22,415 એક્ટિવ કેસ છે.

શહેરની બંને સરકારી હોસ્પિટલમાં કુલ 1253 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 32 દર્દીઓ વેન્ટિલેટર પર, 336 દર્દીઓ બાયપેપ પર અને ઓક્સિજન પર 540 દર્દીઓ મળી કુલ 906 દર્દીઓ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.આવી જ રીતે સ્મીમેર હોસ્પિટલમાં 32 લોકો વેન્ટિલેટર પર,139 લોકો બાયપેપ પર અને 176 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.આમ કુલ 1253 લોકો સરકારી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *