GUJARAT

આજ ની હાઇકોર્ટ ની બેઠક માં સરકારે હાઇકોર્ટ ને આપ્યો આવો જવાબ અને સ્વીકાર્યું કે ….

રાજ્યની હોસ્પિટલોમાં કોરોનાના 52,036 દર્દી અત્યારે ઓક્સિજન પર છે. આ દર્દીઓમાં વેન્ટિલેટર તથા બાઇપેપ પરના દર્દીઓ પણ સામેલ છે. આ આંકડામાં હોમ ક્વોરેન્ટાઇનમાં રહેતા દર્દીઓ સામેલ નથી. કોરોનાની સ્થિતિને લઈને હાઇકોર્ટમાં દાખલ સુઓમોટો અરજી અંગે આજે એટલે કે મંગળવારે ઑનલાઇન સુનાવણી થશે.સરકારે એ પણ જણાવ્યું છે કે રાજ્યમાં ઓક્સિજનના વપરાશમાં દરરોજ 8-9 ટકાનો વધારો થઈ રહ્યો છે તથા 10-12 દિવસમાં ઓક્સિજનની ડિમાન્ડ બમણી થઈ રહી છે.

એફિડેવિટમાં સરકારે જણાવ્યું છે કે ગત 15 માર્ચે રાજ્યમાં મેડિકલ ઓક્સિજનનો વપરાશ 58 ટન હતો જે વધીને 1લી એપ્રિલે વધીને 155 ટન થઈ ગયો હતો.રાજ્ય સરકારે જણાવ્યું છે કે મેડિકલ ઓક્સિજનનો વધુ જથ્થો પૂરો પાડવા માટે કેન્દ્ર સરકારને રજુઆત કરવામાં આવી છે. એફીડેવીટમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે 23 એપ્રિલના રોજ રાજ્યની 1,867 હોસ્પિટલોમાં કોવિડ-19 દર્દીઓ માટે કુલ 91,924 બેડ ઉપલબ્ધ છે.

સરકારે જણાવ્યું હતું કે જિલ્લા સ્તરે હોસ્પિટલો પાસેથી ઇન્જેક્શનની જરૂરિયાત મેળવવામાં આવે છે તથા એ મુજબ સ્ટોકનું વિતરણ કરાય છે.રેમડેસિવિર ઇન્જેક્શનની સ્થિતિને લઈને એફીડેવીટમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 1લી એપ્રિલ બાદ સરકારને ઇન્જેક્શનના 100 એમએલના કુલ 5,17,535 વાયલ્સ મળ્યા હતા. તથા 1લી એપ્રિલ બાદ સરકારે ઇન્જેક્શનના 10,39,000 વાયલ્સનો ઓર્ડર આપ્યો હતો.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

દર્દી દીઠ સરેરાશ 6 લીટર ઓક્સિજનનો વપરાશ થતો હોય તો રાજ્યમાં દરરોજ 45 કરોડ લીટર ઓક્સિજનની ડિમાન્ડ છે.ગુજરાતને કેન્દ્ર થકી કુલ 1,63,559 રેમડેસિવિર ઈન્જેક્શન ફાળવાયા છે, જે પૈકી ઝાયડસ કેડિલાએ 1.20 લાખ ઈન્જેક્શન આપ્યાં છે.21મી એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર પછી ગુજરાતને સૌથી વધારે રેમડેસિવિર ઈન્જેક્શન મોકલ્યા. રાજ્યના કુલ એક્ટિવ કેસને ગણતરીમાં લઈએ તો અત્યારે 56 ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *