GUJARAT INDIA

લોકડાઉન ને લઇ ને હાઇકોર્ટ આકરા પાણી એ,કહ્યું કે હવે લોકડાઉન

ગુજરાતમાં કોરોના કેસમાં આવેલા રોકેટગતિએ ઉછાળા અંગે પોતાની સુઓમોટો PIL પર સુનાવણી હાથ ધરતા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારે દર્શાવેલી વિગતો સામે સ્પષ્ટ નારાજગી વ્યક્ત કરી છે. ગત સપ્તાહે હાઈકોર્ટના આદેશને પગલે આજે ગુજરાત સરકારે વર્તમાન પરિસ્થિતિ અને તેમાં પોતે લીધેલા પગલાં અંગે એફિડેવિટ ફાઈલ કર્યું હતું. પરંતુ આ એફિડેવિટમાં કરાયેલા દાવાઓની હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચે ઝાટકણી કાઢી હતી. બેન્ચે કહ્યું હતું કે, સરકારનું એફિડેવિટ જમીની વાસ્તવિકતાથી જોજનો દૂર છે. તમે ઓક્સિજનની વ્યવસ્થાની વાતો કરો છો પણ લોકોએ ઓક્સિજન મેળવવા 10 ગણી કિંમત ચૂકવવી પડે છે. સરકાર તો માત્ર ફૂલગુલાબી ચિત્ર રજૂ કરે છે, પરંતુ દર્દીઓને બેડ નથી મળતા એ આજની વરવી વાસ્તવિકતા છે. આ કેસની આગામી સુનાવણી 4 મેએ યોજાશે.

એક તબક્કે સુનાવણી દરમિયાન હાઈકોર્ટની બેન્ચે ફક્ત 108માં જતા દર્દીઓને જ દાખલ કરવાની વૃત્તિ અંગે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. બેન્ચે કહ્યું હતું કે, દર્દી ગમે તે વાહનમાં હોસ્પિટલે જાય તેનું શું મહત્ત્વ છે. પરંતુ ફરજ પરના તબીબ એવું કહી જ કેવી રીતે શકે કે, તમે 108ની એમ્બુલન્સમાં નથી આવ્યા માટે અમે તમને સારવાર નહીં આપીએ પછી ભલેને તમે મરી જાવ. આવું તે કઈ રીતે ચાલે, હોસ્પિટલમાં દર્દી પહોંચે તે મહત્ત્વનું છે કયા વાહનમાં જાય છે તે નહીં.

સરકાર કાગળ પરની વાતો કરે છે, હકીકત અલગ છેઃ જસ્ટિસ કારિયા
હાઈકોર્ટની ગત ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે એવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે સિવિલ સહિતની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા તેમજ ઓક્સિજની અછતને લઈને સરકાર પાસે જવાબ માગ્યા હતા. જસ્ટિસ કારિયાએ એમ પણ કહ્યું હતું કે, અત્યારે ઓક્સિજનની કેટલી અછત છે અને લોકોએ 10 ગણી વધુ કિંમત ચૂકવવી પડે છે. આવું ન થવું જોઈએ, તમે બધી કાગળ પરની વાતો કરો છો પણ હકીકત અલગ છે.

રાજ્યમાં પ્રાઇવેટ હોસ્પિટલ ક્રિટિકલ દર્દીઓને ના પાડે છે કે અમે એડમિટ નહીં કરીએ, પરંતુ તેને પ્રાઇમરી ટ્રીટમેન્ટ તો આપો અથવા તેને ઈન્જેકશન કે દવા આપો. હોસ્પિટલ દર્દીઓને ના કેમ કહી દે છે. દરેક પ્રાઈવેટ હોસ્પિટલની બહાર બોર્ડ લગાવો કે આટલાં બેડ છે આટલાં ભરાયાં છે અને બાકીનાં ખાલી છે, જેથી દર્દી રઝળી ન પડે, બેડ ન હોય તો એ બીજે ઝડપથી જતો રહે. સરકાર આ બાબતે પગલાં લે એ જરૂરી છે. અમે આજની પરિસ્થિતિ અને સરકારની કામગીરીથી ખુશ નથી.

લોકોને કેમ રોડ ઉપર મરવા છોડી દીધા છે?
હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો કે હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં કેમ સારવાર આપવી પડે છે? કેમ હોસ્પિટલમાં દર્દી નથી પહોંચી શકતો ? સરકાર શું વ્યવસ્થા કરી રહી છે? 14 દિવસથી હોસ્પિટલ બહાર લાઈનો લાગી છે, અત્યારે પણ આ સ્થિતિ છે, લોકોને કેમ રોડ ઉપર મરવા છોડી દીધા છે?

કમલ ત્રિવેદી: 14 દિવસ પહેલાં અમે હોસ્પિટલમાં સારવાર આપતા હતા, અત્યારે કેસ ડબલ થઈ ગયા છે એટલે એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે છે .
હાઇકોર્ટ: તમારો કહેવાનો મતલબ શું છે? 1 મેએ કેસ વધી ગયા તો? લોકોને સારવાર કેમ આપશો? સરકારે શું તૈયારી કરી છે એનો જવાબ આપો. લોકોને ઓક્સિજન નથી મળી રહ્યો, લોકો ઘરે સિલિન્ડર લગાવે છે. લાઈનો લાગે છે એનું શું?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *