GUJARAT RAJKOT

રાજકોટ સિવિલની દાદાગીરી: વૃદ્ધને કોરોના ન હોવા છતાં કોવિડની લાઇનમાં ઉભા રાખ્યા અંતે સિવિલમાં પહોંચ્યા તો…

ઈમર્જન્સી વિભાગમાં પણ પૂરતા પુરાવાઓ આપવામાં આવ્યા હતા છતાં તેઓને કોવિડ લોકો સાથે લાઈનમાં ઊભા રહેવા કહ્યું હતું.76 વર્ષના વૃદ્ધા સિવિલમાં ઈમર્જન્સી વોર્ડમાં પહોંચ્યા જ્યાં તેઓને કોવિડ લાઈનમાં ઊભા રાખવામાં આવ્યા. વૃદ્ધા કોવિડ નેગેટિવ હતા, અને તેમનું સુગર લેવલ વધતા તેઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ હતી.

પરિવારના સભ્યો સાથે વાતચીત દરમિયાન એ વાત સામે આવી હતી કે, તેઓનું ઓક્સિજન સતત ઘટી રહ્યું છે, સાથે કોઈ પણ જગ્યાએ ઓક્સિજન ઉપલબ્ધ ન હોવાથી ઘણી તકલીફ પડી રહી છે.વિગતવાર તેઓએ કહ્યું હતું કે, તેઓ સવારથી લાઈનમાં ઊભા છે, પરંતુ જે સારવાર મળવી જોઈએ તે મળી શકતી નથી.

તબીબોને પુરાવાઓ આપવા છતાં પણ તેઓને હોસ્પિટલ બહાર ધકેલી દેવામાં આવ્યા હતા.જેના પરિણામે તેઓએ ઘણી તકલીફ વેઠવી પડે છે. જો ઈમર્જન્સી વોર્ડમાં સમયસર સારવાર મળી રહે તો દર્દીની સ્થિતિમાં સુધારો આવી શકે, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા આ પ્રકારના દર્દીઓને ક્યાં કારણે કોવિડ લાઈનમાં ઊભા રાખવામાં આવે છે તે અનેક પ્રશ્નો ઊભા કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *