GUJARAT INDIA

વિજય રૂપાણી એ નાઈટ કરફ્યુ ને લઇ ને લીધો મહત્વ નો નિર્ણય,હવે થી..

કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવ્યો છે. અત્યારસુધી 20 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી હતો, જેમાં હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો થયો છે. આમ, હવે ગુજરાતનાં કુલ 29 શહેરમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો આ કર્ફ્યૂ 5મી મે સુધી અમલી રહેશે. તદુપરાંત આ 29 શહેરમાં વધારાનાં નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ, ગુજરાતનાં શહેરોમાં સરકારનું ‘મિની લોકડાઉન’ અને ગામડાંમાં જનતાનું સ્વયંભૂ લોકડાઉન અમલમાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભારત સરકારના ગૃહ મંત્રાલયની 26 એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહ વિભાગ સાથે આજે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠક પછી કોરોનાને કાબૂમાં લેવા 29 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ લાદવા સહિતના મહત્ત્વના નિર્ણયો કર્યા. આ ઉપરાંત મોલ-મલ્ટિપ્લેક્સ સહિતના એકમો બંધ રહેશે, જ્યાં ભીડભાડ એકત્ર થતી હોય છે. આ સાથે જ ગુજરાતમાં પ્રતિબંધિત એકમોની યાદી ફરીથી મોટીમસ થઈ ગઈ છે, જે બરાબર એક વર્ષ પહેલાં એટલે કે મે-2020માં અમલી હતી તેવી જ થઈ ગઈ છે. આમ, ગુજરાત કોરોના મહામારી સામેની લડતમાં બરાબર એક વર્ષ પહેલાં જ્યાં હતું ત્યાં જ પાછું પહોંચી ગયું છે.

શહેરી વિસ્તારોમાં લોકોની ભીડ એકઠી થતી રોકવા રાજ્ય સરકારે મિની લોકડાઉન જેવા પ્રતિબંધો લાદી દીધા છે. બીજી તરફ, રાજ્યનાં ગામડાંમાં તો જડબેસલાક લોકડાઉન જેવી પરિસ્થિતિ ચાલુ જ છે અને ત્યાં બહારથી આવતા લોકો પર ચુસ્ત પ્રતિબંધ લદાયો છે. ગામડાંમાં સ્વયંભૂ જાગૃતિ હવે જોવા લાગી છે અને કામ વિના લોકોને બહાર નીકળવા અને એકઠા થવા પર પ્રતિબંધ મૂકીને પંચાયત દ્વારા એનો ચુસ્ત અમલ કરાવાઈ રહ્

બેઠક અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના અગ્ર સચિવ પીકે મિશ્રાએ વીડિયો-કોન્ફરન્સ થકી ચર્ચા કરી હતી. અગાઉ દિવાળીમાં કોરોનાના કેસ વધ્યા બાદ ડિસેમ્બર-જાન્યુઆરીમાં સ્થિતિ સુધરી હતી, પરંતુ રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં રેલીઓના તાયફા અને મેચમાં ભારે ભીડ ભેગી કરાતાં આ દિવસો જોવાનો વારો આવ્યો છે.

ગુજરાત રીતસર હેલ્થ ઈમર્જન્સીનો સામનો કરી રહ્યું છે, એમાં પણ તંત્ર અને સરકારની અણઆવડતને પગલે દર્દીઓ ઓક્સિજન વિના તડપી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે કેસોમાં દરરોજ ઉછાળો આવી રહ્યો છે. સોમવારે 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 14,340 નવા કેસ નોંધાયા છે, જોકે તે 25 એપ્રિલ કરતાં માત્ર 44 વધારે છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 5 લાખને પાર થયો ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 5,10,373 કેસ નોંધાયા છે. જ્યારે 7,727 દર્દીએ કોરોનાને માત આપી છે. તેમજ 158 દર્દીનાં મોત થયાં છે. જે 25 એપ્રિલ કરતાં એક વધુ છે. સતત ત્રણ દિવસથી મોતનો આંકડો 150થી વધુ આવી રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા 86 દિવસથી નવા દર્દીની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા દર્દીની સંખ્યા ઓછી નોંધાઇ રહી છે. અગાઉ 20 ફેબ્રુઆરીએ નવા દર્દી કરતાં સાજા થનારાની સંખ્યા વધારે હતી. રાજ્યમાં અત્યારસુધીમાં 5 લાખ 10 હજાર 373ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 6,486 થયો છે. તેમજ અત્યારસુધીમાં 3 લાખ 82 હજાર 426 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,21,461 એક્ટિવ કેસ છે, જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,21,049 દર્દીની હાલત સ્થિર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *