GUJARAT SURAT

કોરોનાના વધતા સંક્રમણને રોકવા સુરત થયું સુમસાન, જુઓ તસ્વીરો

શહેરમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરાવાઈ હતી, તો હીરા બજાર અને કાપડ માર્કેટમાં મોટા ભાગની દુકાનો બંધ દેખાઈ હતી. પરંતુ માર્કેટ બહાર લોકો ટોળે વળી કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરતા પણ દેખાયા હતા.રાજ્ય સરકારે રાજ્યના 29 શહેરોમાં કરેલા મિનિ લોકડાઉનના આદેશોમાં સુરતમાં પણ આજથી 5 મે સુધી દુકાન, વાણિજ્યક, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, બાગ-બગીચા, સલૂન બ્યુટીપાર્લર, મોલ અને કોર્મશિયલ કોમ્પલેક્સ બંધ રાખવામાં આવશે.

રાજ્યના ગૃહ મંત્રાલયના પરિપત્રમાં બેંકો અને ડેરીને રાબેતા મુજબ કામ કરવાની છુટ આપવામાં આવી છે. તેને લીધે સુમુલ ડેરી, ચોર્યાસી ડેરી સહિતની ડેરીઓ રાબેતા મુજબ દૂધ વિતરણ કરી શકશે.રોડ રસ્તા પર કે મેદાનમાં હાટ બજાર ભરી શકાશે નહીં, શિક્ષણ માત્ર ઓનલાઇન ચાલશે, સિનેમા થીયેટરો, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુર્ટીપાર્લર, જીમ, સ્વિમીંગ પુલ, કોર્મશિયલ કોમ્પલેક્સ અને તમામ મોલ બંધ રહેશે. સરકારે અંતિમક્રિયા માટે 20 વ્યક્તિ અને ખુલ્લા અથવા બંધ સ્થળોએ લગ્ન માટે 50 વ્યક્તિઓની મંજુરી આપી છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

તમામ ધાર્મિક સ્થળોમાં માત્ર પુજારી તથા અન્ય ધર્મના તેને સંલગ્ન ધર્મગુરૂઓને તે પ્રકારની ધાર્મિક વિધિ માટે છૂટ આપવામાં આવી છે. કોઇપણ પ્રકારના ધાર્મિક મેળાવડા કરી શકાશે નહીં. તમામ ધર્મ સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે. માત્ર આવશ્યક સેવાઓ જેમાં ઓક્સિજન, શાકભાજી-અનાજ, કરિયાણાની દુકાનો, બેકરીઓ, મેડિકલ સ્ટોર, ફ્રુટ માર્કેટ, અનાજ અને મસાલા દળવાની ઘંટીઓ, ઘરગથુ ટીફિન સેવાઓ, આઇટી સંબંધિત સેવાઓ, પેટ્રોલ-ડિઝલ પંપ, પોસ્ટ અને કુરિયર સેવા, ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો અને પશુ દવાઓ વિતરણ કેન્દ્રો, આંતરરાજ્યો, બસ સેવાઓ, કોવિડની સામગ્રી ઉત્પાદિત કરતી કંપનીઓ ચાલુ રહેશે.

માત્ર આવશ્યક સેવાઓ જેમાં ઓક્સિજન, શાકભાજી-અનાજ, કરિયાણાની દુકાનો, બેકરીઓ, મેડિકલ સ્ટોર, ફ્રુટ માર્કેટ, અનાજ અને મસાલા દળવાની ઘંટીઓ, ઘરગથુ ટીફિન સેવાઓ, આઇટી સંબંધિત સેવાઓ, પેટ્રોલ-ડિઝલ પંપ, પોસ્ટ અને કુરિયર સેવા, ખાનગી સિક્યુરીટી સેવા, પશુઆહાર, ઘાસચારો અને પશુ દવાઓ વિતરણ કેન્દ્રો, આંતરરાજ્યો, બસ સેવાઓ, કોવિડની સામગ્રી ઉત્પાદિત કરતી કંપનીઓ ચાલુ રહેશેજો કે આ બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. શહેરમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો બંધ કરાવાઈ હતી. આ ઉપરાંત શહેરના કાપડ માર્કેટ અને હીરા બજાર આંશિક રીતે બંધ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *