GUJARAT

હાઇકોર્ટના આકરા સવાલો: દર્દીઓ સામે જ તરફડીને મરતો હોય ત્યારે તબીબ કેમ કહી શકે કે 108થી નથી આવ્યા એટલે તમને સારવાર નહીં મળે

108 મામલે હાઇકોર્ટે અગાઉ પણ આદેશ આપવા છતાં પણ તે બાબતે કોઇ યોગ્ય નિર્ણય કેમ કરાયો નથી? તેમજ એફિડેવિટમાં અનેક બાબતોના જવાબ કેમ અપાયા નથી. વકીલોએ રજૂઆત કરી હતી કે, કોવિડ કેર હોસ્પિટલ ઊભી થયા બાદ તેને ઉદઘાટનની રાહ ન જોવડાવી જોઇએ, ઉદઘાટન પણ ટોળાથી કરાતાં આપણાં ડે.સી.એમ. કોરોના ગ્રસ્ત બન્યા. કોર્પોરેશનની હોસ્પિટલો શહેર બહારના દર્દીઓને દાખલ કરવાનો ઇન્કાર કઇ રીતે કરી શકે.

શું અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન રાજ્યના અંડરમાં નથી આવતી? 108ના અનેક પ્રશ્નો છે, તે માત્ર દર્દીના ઘરે જઇને જ લેશે, જો દર્દી હોસ્પિટલમાં કે અન્ય જગ્યાએ સારવાર હેઠળ હોય તો ત્યાં નહીં જાય, આવું કેમ? અમે અગાઉના હુકમમાં પણ કહ્યું હતું. હોસ્પિટલ સામે આજે પણ 40 એમ્બ્યુલન્સની લાઇનો છે. જરૂરી દર્દીઓ સુધી 108 પહોંચી શકતી નથી. તમે કહ્યું હતું કે, તમે લાઇનો ઘટાડવા માટે યોગ્ય રસ્તો શોધશો. અત્યારે તમે કહો છો કે લાઇન ઘટે તેમ નથી.

હોસ્પિલ બહાર બોર્ડ જાહેર કરવું જોઇએ કે કેટલા બેડ ખાલી છે? તમે એવું કઈ કર્યું નથી, સરકાર પારદર્શક કામ નથી કરતી. કોર્પોરેશન કોમન નીતિ પણ પાલન નથી કરતી. શું માત્ર સ્થાનિક રહીશ હોય તેને જ દાખલ કરાય? તમે માત્ર ફુલ ગુલાબી ચિત્ર બતાવી રહ્યા છો. આગામી દિવસોમાં 30 હજાર બેડની આવશ્યક્તા ઉભી થશે તો શું કરશો?

રેમડેસિવિર તમામને મળવા જોઇએ તવો નિર્દેશ હાઇકોર્ટે આપ્યો છે. ખાનગી કે સરકારી તમામમાં રેમડેસિવિર મળવું જોઇએ. શુ માત્ર કેટલાક લોકોને જ મળે છે. જો તમારી પાસે 100 છે અને 500ની માગ છે તો તમે ક્રિટીકલ સ્થિતિમાં છો. પણ તે ચોક્કસ દર્દીને જ આપવામાં આવવા જોઇએ. 3 આપો અને તે પછી બીજી ના આપો તેવુ ના કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *