INDIA MAHARASHTRA

વધુ એક હોસ્પિટલ માં આગ લાગી,4 લોકો માં કરુણ મોત – ઓમ શાંતિ લખીએ

મહારાષ્ટ્રના થાણેના મુંબ્રા વિસ્તારમાં બુધવારે સવારે 3 વાગ્યે પ્રાઈવેટ હોસ્પિટલ પ્રાઈમ ક્રિટીકેરમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં 4 દર્દીનાં મૃત્યુ થયાં છે અને લગભગ 20 દર્દીને રેસ્કયૂ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આગ પછી ICUમાં દાખલ થયેલા 6 લોકોના શિફ્ટિંગ દરમિયાન 4નાં મોત થયાં છે.

આગ સવારે 3 વાગ્યાની આસપાસ લાગી હતી અને એની પર લગભગ ત્રણ કલાક પછી સંપૂર્ણ રીતે કાબૂ મેળવી શકાયો હતો.
સ્થાનિક ધારાસભ્ય જિતેન્દ્ર અવ્હાડે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. શરૂઆતની તપાસ મુજબ આગ શોર્ટસર્કિટને કારણે લાગી છે. હાલ થાણે મહાનગરપાલિકાએ દુર્ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે અને મૃતકોના પરિવારના સભ્યોને પાંચ-પાંચ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરાઈ છે.

થાણે નગર નિગમ તરફથી કહેવામાં આવ્યું છે કે દર્દીઓનાં ત્યારે મૃત્યુ થયાં હતાં, જ્યારે તેમને બીજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા હતા. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આ કોઈ પ્રથમ મામલો નથી, જ્યારે મહારાષ્ટ્રમાં હોસ્પિટલની બેદરકારીથી લોકોના જીવ ગયા છે. માત્ર આ વર્ષે એટલે કે જાન્યુઆરી 2021થી અત્યારસુધીમાં 62 લોકોના જીવ હોસ્પિટલની બેદરકારીથી ગયા છે, તેમાં આજના ચાર દર્દીઓ પણ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *