GUJARAT SURAT

સુરત ના આ પટેલ પરિવારે કોરોના ની પેહલી વેવ માં પિતા ગુમાવ્યાં,અને બીજી વેવ માં પરિવાર ના 9 લોકો સંક્રમિત અને પછી….

સુરતમાં મોટા વરાછાની સ્નેહમુદ્રા સોસાયટીમાં રહેતા ગૌરવ ગેલાણીના પિતાને કોરોના થતા પિતાનું અવસાન થયું હતું. હવે બીજા વેવમાં પણ પરિવારની અઢી વર્ષથી દીકરીથી લઈને 53 વર્ષના સભ્ય મળીને કુલ 9ને કોરોનાનો ચેપ લાગ્યો હતો. નાસીપાસ થયા વિના પરિવારે એક બીજાને હુંફ આપી મોટિવેટ કર્યા અને 20 દિવસમાં જ તમામ કોરોનામુક્ત થઇ ગયા છે.

કોરોનાની પહેલી વેવમાં પિતાને ગુમાવ્યા. હવે બીજી વેવમાં મારા નાના ભાઈને કોરોના થતાં હું તેની સારવારમાં દોડધામ કરતાં હું પણ પોઝિટિવ થયો હતો. ત્યાર બાદ ભાઈની અઢી વર્ષની દીકરીથી માંડીને ઘરના 53 વર્ષના સભ્યને કોરોના થયો હતો. બધા જ અલગ રૂમમાં હોમ ક્વોરન્ટીન થયા હતા. સ્વાદ આવતો ન હોવાથી ખાવાનું ભાવતું ન હતું.

પરિવારના સભ્યો જમે નહીં તો સારા કેવી રીતે થશે? આ ચિંતાથી મેં એક નિયમ બનાવ્યો કે, પરિવારના દરેક સભ્યએ ઘરમાં જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સાથે જ જમવા બેસવાનું. જેથી સભ્યો એક બીજા સાથે વાત કરી શકે.

તમામ સભ્યોને મોટીવેશન આપી સાથે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેતા હતા. આજે પરિવાર કોરોનામુક્ત છે. હવે હું મિથિલીન બ્લુની બોટલો વિના મૂલ્યે વહેંચી લોકોને કોરોનાથી બચવા મોટિવેટ કરી રહ્યો છું. – ગૌરવ ગેલાણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *