GUJARAT VADODARA

કેર હોસ્પિટલ બની કેરલેસ હોસ્પિટલ, દર્દીઓ પાસે લખાવ્યું એવું લખાણ કે જાણીને તમે પણ ચોંકી જશો

વડોદરાની કેર હોસ્પિટલ ના સંચાલક સ્ટાફે રાતે 9 વાગ્યા સુધીનો જ ઓક્સિજન છે એટલે દર્દીને જવાબદારી હોસ્પિટલ ડોક્ટરની રહેશે નહીં એટલે ટ્રાન્સફર લેવાની સંમતિ આપતા ફોર્મ પર સહી લેવાનું શરૂ કરતાં હોબાળો મચી ગયો હતો. એટલુ જ નહીં, દર્દીઓના સગા વાલા પાસેથી મૂક સંમતિ આપતી સહી પણ લેતા વિવાદ સર્જાયો છે.શહેરમાં કોરોનાના 10 હજાર દર્દીઓ સારવાર હેઠળ છે. જેને લઇને ઓક્સિજનની ખપત પણ વધી રહી છે. જેની સામે પૂરતો પુરવઠો મળતો નથી.

આવી કપરી પરિસ્થિતીમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી નાલંદા પાણીની ટાંકી પાસે ની કેર હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરવઠો પુરો થવાને આરે છે તેવો ખુલાસો કરવામાં આવતા દર્દીઓની સાથોસાથ તેમના પરિવારજનો અને સગા વ્હાલાઓને જીવ તાળવે ચોંટયા હતા.હોસ્પિટલમાં 50 જેટલા દર્દી સારવાર લઈ રહ્યા છે,

તેમાંથી 5 આઇસીયુમાં અને 17 દર્દી ઓક્સિજન પર છે.વાસણા રોડની 2 અને જેતલપુર રોડની એક મળી કુલ 4 હોસ્પિટલમાં ઓક્સિજનની કટોકટી સર્જાઇ હતી. દરમિયાન મોડી રાત્રે કેર હોસ્પિટલને ઓક્સિજનનો સપ્લાય મળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું.અમારી હોસ્પિટલ સિવાય 15 હોસ્પિટલમાં ઓક્સિજનની શોર્ટેજ છે.

24 કલાકમાં 1200 લીટર ઓક્સિજનની જરૂરિયાત છે. પરંતુ જથ્થો નહી આવતા હાલમાં અડધો કલાક ચાલે તેટલો જથ્થો છે. કેર હોસ્પિટલ ની ઘટના અંગે અમને હમણાં ફરિયાદ મળી છે અને તેની તપાસ કરવા માટે જાણ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *