GUJARAT SURAT

સુરત ના આ યુવાન ની બંને કિડની ફેલ હતી, કોરોના થયા માં અમુક દિવસો માં સાજા થયા,જાણો આ પાછળ નું મોટું કારણ

સુરત ના આ યુવાન ની બંને કિડની ફેલ હતી, કોરોના થયા માં અમુક દિવસો માં સાજા થયા,નવાઈની વાત એ છે કે, વેન્ટિલેટર પરથી બહાર આવીને સાજા થઈ રજા લેનાર રમેશચંદ્ર પાઠકનો કિસ્સો રે ઓફ ધી રેર હોવાનું ડોક્ટરો કહી રહ્યા છે. એટલું જ નહીં પણ દર્દીની જાગૃતતા અને સમયસરની સારવારને લઈ દર્દીને સાજો કરવામાં ડોક્ટરોને ઘણી મદદ મળી હોય એમ કહી શકાય છે.

રમેશચંદ્ર પાઠક અને એમના પરિવારે ડોક્ટરોનો આભાર વ્યક્ત કરી જણાવ્યું હતું કે, નવું જીવન મળ્યું છે, સિવિલના ડોક્ટરોને ક્યારેય નહીં ભૂલીએ, ખાનગી હોસ્પિટલના ભાવ સાંભળીને જીવવાની આશા જ છૂટી ગઈ હતી. સિવિલમાં દર્દીઓને મારી નાખે એ વાત સદંતર ખોટી હોવાનો અનુભવ જાતે કર્યો છે. ડોક્ટરોએ સારવારમાં ધ્યાન ન આપ્યું હોત તો પરિવાર આજે ચોધાર આસુએ રડતું હોત.ઘરે આવ્યા બાદ ભાઈ રમેશચંદ્ર પાઠક મોબાઈલ ફોન પર વતન પરિવાર સાથે વાત કરતા થાકતા જ નથી. 21 એપ્રિલે RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ કિડની સ્પેશિયાલિસ્ટ તબીબે લોહી ચઢાવવાની સલાહ આપી હતી.

જોકે ખાનગી હોસ્પિટલના ભાવ (પેકેજ) સાંભળી ભાઈએ તો જીવવાની આશા જ છોડી દીધી હતી.વધુમાં જણાવ્યું હતું કે, 23મીએ ડોક્ટરની સલાહ બાદ જ ભાઈને સરકારી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં એમનો સીટી સ્કેન રિપોર્ટ જોઈ તબીબોએ કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરી દીધા હતા. ડાયાલીસીસ સાથે કોરોનાની 6 દિવસ સુધી સારવાર આપી ભાઈ રમેશચંદ્રને સાજા કરી દીધા હતા. આખો પરિવાર ડોક્ટરોનો આભાર માની રહ્યો છે.ડો હિરેન રાબડીયા (મેડિસિન વિભાગના રેસિડેન્ટ) એ જણાવ્યું હતું કે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવ્યું હતું ત્યારે 80 ટકા ઓક્સિજન લેવલ હતું.

એસો. પ્રોફેસર ડો. વિવેક ગર્ગ, એનેસ્થેસિયા હેમાનગીની પટેલ, રેસિડેન્ટ તબીબ હિરેન રાબડીયા સહિત સમગ્ર ટિમ અને નરસિંગ સ્ટાફ ની મહેનત ફળી ગઈ એજ અમારી સિદ્ધિ છેતાત્કાલિક બે દિવસ બાયપેપ પર રાખવાની ફરજ પડી હતી. બે વાર ડાયાલીસીસ કરાવવા પડ્યા હતા. એની સાથે 5 દિવસ રેમડેસિવરના ઇન્જેક્શન, સ્ટીરોઇડ સાથે વેન્ટિલેટર પર રાખ્યા હતા. જ્યાંથી ઓક્સિજન આવવું એટલે રેર ઓફ ધી રેર કેસ કહી શકાય છે. 6 દિવસની સારવારમાં આટલી જલ્દી રિકવરી પાછળ દર્દીની જાગૃતતા અને ડોક્ટરોની સમયસર સારવાર મુખ્ય ભૂમિકા કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *