GUJARAT

ફક્ત પાંચ કલાક માં જ પરિવાર વિખાયો: કોરોના થી પુત્ર નું મૃત્યુ થતાં પિતા ને આઘાત લાગ્યો અને હર્દય બંધ થતાં બાપ દીકરા નું મોત – ઓમ શાંતિ

ફક્ત પાંચ કલાક માં જ પરિવાર વિખાયો: કોરોના થી પુત્ર નું મૃત્યુ થતાં પિતા ને આઘાત લાગ્યો અને હર્દય બંધ થતાં બાપ દીકરા નું મોત,જુવાનધોધ પુત્રના મોતના સમાચાર જાણ્યા બાદ અન્ય હોસ્પિટલમાં હૃદયરોગની સારવાર લઇ રહેલા પિતાનું પણ મોત થયું હતું. એકસાથે બે-બે સભ્યોનાં મોત થતાં પરિવારજનોના માથે જાણે આભ તૂટી પડ્યું હતું.મયૂરના પરિવારમાં તેની પત્ની અને બે સંતાનો છે. ગત મહિને કોરોનાથી સંક્રમિત થયા બાદ સાજો થઇ ગયો હતો, પણ ચાર-પાંચ દિવસ અગાઉ નાકમાં લોહી નીકળ્યું હતું અને ત્યાર બાદ તબિયત બગડતાં તેને સવિતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.

જ્યારે મયૂરના પિતા લક્ષ્મણભાઇને એ સમયે હાર્ટ-અટેક આવતાં ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની ટૂંકી સારવાર બાદ ગુરુવારે બપોરે 12.30 કલાકે મયૂરનું મોત થયું હતું. તેના શરીરમાં ફંગસ ફેલાઇ ગઇ હોવાનું ખૂલ્યું હતું.તબીબોએ પરિવારજનોને જણાવ્યું હતું કે આવી ફંગસ 2 લાખ લોકોમાં એક વ્યક્તિને થતી હોય છે.

બીજી તરફ મયૂરના પિતા લક્ષ્મણભાઇની એન્જિયોપ્લાસ્ટી સવારે જ કરાઈ હતી. દરમિયાન આ બાબતની જાણ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પિતાને કરતાં તેઓ પુત્રવિયોગનો આઘાત જીરવી શક્યા ન હતા. તેઓ ચોધાર આંસુએ રડવા માંડ્યા હતા. પરિવારે મેડિકલ સુપરવિઝનમાં જ મયૂરના મૃત્યુની વાત જણાવી દીધી. પરિણામે, તેમને બીજીવાર અટેક આવ્યો હતો. પુત્રના મૃત્યુના 5 કલાક બાદ સાંજે 5.30 વાગ્યે લક્ષ્મણભાઇનું પણ મોત થયું હતું.

આ વિશે તેમના નજીકના પરિવારજને જણાવ્યું હતું કે મયૂરના મૃત્યુના સમાચાર પિતાને જણાવવા કે નહીં એના વિશે પરિવારજનોમાં અસમંજસ હતી,પણ તબીબોએ પરિવારને જણાવ્યું કે ઘરે લઇ ગયા બાદ જાણ કરાય અને તેમની તબિયત લથડશે તો સમસ્યા સર્જાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *