GUJARAT

પટેલ પરિવાર માં દુઃખ નો માહોલ,24 કલાક માં 2 સગા ભાઈ ના મોત અને ત્રીજા ની સ્થિતિ ગંભીર – ઓમ શાંતિ

પટેલ પરિવાર માં દુઃખ નો માહોલ,24 કલાક માં 2 સગા ભાઈ ના મોત અને ત્રીજા ની સ્થિતિ ગંભીર,ઉમરેઠમાં એક જ પરિવારના બધા સભ્યો કોરોના પોઝિટિવ થઈ તેમાંથી બે સગા ભાઈઓના મૃત્યુ થતાં ઉમરેઠનાં કચ્છી પરિવાર ઉપર કોરોનાનું કાળ ચક્ર ફરી વળતાં સમગ્ર ઉમરેઠ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.ઉમરેઠનાં યોગી પાર્ક એવન્યુમાં મહેશભાઈ ખીમજીભાઈ પટેલ તથા ઘનશ્યામભાઇ ખીમજીભાઈ પટેલ અને કિશોરભાઈ ખીમજીભાઈ પટેલને અગિયાર એપ્રિલએ કોરોનાનાં લક્ષણ જાણતા ઉમરેઠની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

ઘનશ્યામ ભાઈની તબિયત સ્થિર લાગતા તેઓ રજા લઈને ઘરે આવ્યા હતાં. પરંતુ મહેશભાઈની તબિયત અચાનક લથડતાં ત્રણ દિવસ અગાઉ તેમનું અવસાન થયું હતું.આ સાંભળતા ઘનશ્યામભાઇને પણ શ્વાસ લેવામાં તકલીફ થતાં ફરી ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.

તેમને સારવાર માટે વડોદરા લઈ જતા રસ્તામાં ઘનશ્યામભાઇનું પણ મૃત્યુ થયું હતું અને ત્રીજા ભાઈ કિશોરભાઈને પણ શ્વાસ સંબધિત તકલીફ થતાં વડોદરાની એક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા.જ્યાં તેમની તબિયત સ્થિર હોવાનાં અહેવાલ પ્રાપ્ત થયેલ છે.આમ કોરોનાનાએ ચોવીસ કલાકમાં કચ્છી પરિવારનાં બે બે ભાઈઓના જીવ લઈ પરિવારને વેરવિખર કરી નાખ્યું હતું.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *