SPORT

વધતા જતા સંક્રમણ ને ધ્યાન માં રાખી ને T-20 વર્લ્ડ કપ માટે આવશે આ મોટો નિર્ણય ભારત માં નહિ……

કોરોના સંકટની સ્થિતિ યથાવત રહેશે તો ટી-20 વર્લ્ડ કપ યુએઇમાં યોજવાનો નિર્ણય લેવો પડશે. યુએઇને ટૂર્નામેન્ટના બેકઅપ વેન્યૂ તરીકે રાખવામાં આવ્યું છે.બીસીસીઆઇના રમતગમત વિકાસ વિભાગના અધિકારી ધીરજ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આઇસીસી ટૂર્નામેન્ટો માટે હંમેશા એક વિકલ્પ હોય છે.

ગત વર્ષે આઇસીસીની બેઠક બાદ યુએઇની વિકલ્પ તરીકે પસંદગી કરવામાં આવી હતી. દેશમાં આગામી ઓક્ટોબર-નવેમ્બરમાં ટી-20 વર્લ્ડ કપ યોજવાનું આયોજન છે. પણ બીસીસીઆઇએ જણાવ્યું છે ,જો આગામી પાંચ મહિનામાં સ્થિતિ યથાવત રહેશે તો બીજા વિકલ્પ પર વિચારણા કરવી પડશે.એટલું જ નહીં જો આયોજન દેશમાં થશે તો પણ તે 9 શહેરો નહીં પણ ચાર કે પાંચ શહેરો પૂરતું મર્યાદિત રહેશે.

બન્ને ક્રિકેટર મેલબોર્નની હોટેલમાં 15 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેશે. તેઓ ભારતથી દોહા અને ત્યાંથી મેલબોર્ન પાછા ફર્યા હતા. ભારતમાં કોરોનાની સ્થિતિના કારણે આઇપીએલની રૉયલ ચેલેન્જર બેંગલુરુ ટીમના ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેન રિચર્ડસન અને એડમ જમ્પા સ્વદેશ પાછા ફર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *