GUJARAT

કોંગ્રેસ ના નેતા હાર્દિક પટેલ કોરોના પોઝિટિવ ,જાણો કેવી છે અત્યાર ની હાલત

કોંગ્રેસ ના નેતા હાર્દિક પટેલ કોરોના પોઝિટિવ,કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. ડોક્ટરની સલાહ અનુસાર ઘરમાં જ મારી સારવાર થઈ રહી છે. તમારા પ્રેમ અને પ્રાર્થનાથી હું જલ્દી જ સાજો થઈ જઈશ.

સામાન્ય લોકોની સાથે સાથે નેતાઓ, ડોક્ટરો, પોલીસકર્મીઓ સૌ કોઈ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. એવામાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ કોરોના સંક્રમિત થઈ ગયા છે. હાર્દિક પટેલે પોતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી. હાલમાં તે ડોક્ટરની સલાહ પર હોમ આઈસોલેટ થયા છે. હાલમાં ઘરમાં જ તેની સારવાર ચાલી રહી છે.

હાર્દિક પટેલે ફેસબુક પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં લખ્યું છે કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, હું આપને વિનંતી કરું છું કે કોરોના મહામારીમાં ગુજરાતની જનતાને બચાવો અને તેમની મદદ કરો. ગુજરાતમાં અમારી પાર્ટી કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે તો અમને પણ કામ બતાઓ, જેથી અમે જનતાના હિત માટે સરકારની મદદ કરી શકીએ. આવી અણધારી મહામારીમાં સરકાર અને વિપક્ષે સાથે મળીને જનતાનું કામ કરવું જોઈએ, સરકાર અમને અને અમારા ધારાસભ્યોને જે પણ આદેશ આપશે સાથે મળીને લોકોનું કામ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *