fact GUJARAT

પાટીલ વિવાદ યથાવત: પાટીલ એમ કહે છે કે અહીંયા પૂરતો ઓકસીજન છે અને હોસ્પિટલ વાળા બોર્ડ લગાવે છે કે ઓકસીજન ની અછત

વલસાડ જિલ્લાની વાપીની ઘણી ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને લઈને કોરોના સંક્રમિત નવા દર્દીઓને દાખલ નહીં કરવામાં આવે તેવા બોર્ડ લાગી રહ્યા છે. ત્યારે આજે વાપીમાં રવિવારે પ્રદેશ અધ્યક્ષે જિલ્લામાં અને રાજ્યમાં ઓક્સિજનની અછત દૂર થઈ ગઈ હોવાનો દાવો રાજુ કર્યો હતો.ઓક્સિજનના પ્લાન્ટ સંચાલકોને ડિમાન્ડ મુજબ રો મટીરીયલ ન મળતું હોવાથી પ્લાન્ટ ચલાવવુ અઘરૂં પડી રહ્યું છે. ઓક્સિજનના પ્લાન્ટ સંચાલકોએ ઓક્સિજનની સપ્લાય ઘટાડવી પડી રહી છે. જેને લઈને વાપીની ખાનગી હોસ્પિટલોએ ઓક્સિજનની અછતને લઈને નવા દર્દીઓ ન લેવાના બોર્ડ હોસ્પિટલ બહાર લગાવ્યા છે.

વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાને રાખીને કોરોનાને અંકુશમાં લાવવા ઘણા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે વહીવટી તંત્રની સુચનાના આધારે જિલ્લામાં ગામડાઓમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જિલ્લાની ઘણી NGO દ્વારા કોવિડ કેર સેન્ટર પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

રવિવારે વાપી ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વાપી હરિયા હોસ્પિટલ ખાતે નાઇટ્રોજનનો પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં કન્વર્ટ કરી તેનું લોકાર્પણ કરવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને BJPના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાપી હરિયા હોસ્પિટલ ખાતે આવેલા CR પાટીલે ઓક્સિજનની અછત દૂર થઈ ગઈ હોવાનો દાવો કરે રહ્યા હતા. સીઆર પાટીલે જણાવ્યું હતું કે ઓક્સિજન અને રેમડેસીવીરની ડિમાન્ડ માટે કોઈના ફોન નથી આવી રહ્યા. જિલ્લા કલેક્ટરે રેમડેસીવીર ઇન્જેક્સન ડાયરેકટ હોસ્પિટલ નેજ આપવાનું ઉત્તમ આયોજન કર્યું છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

ઓક્સિજનના પ્લાન્ટ સંચાલકો પાસે રો માટીરીયલની અછતને લઈને ડિમાન્ડને પહોંચી વળતા નથી. રો મટીરીયલ નો જથ્થો પૂરતો નહીં આવે તો પ્લાન્ટનું સંચાલન કરવું ઘણું અઘરું થઈ રહ્યું હોવાનું પ્લાન્ટ સંચાલકો હોસ્પિટલ સંચાલકોને જણાવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં રોજની કુલ 35 ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ફક્ત 20થી 22 ટન ઓક્સિજનનું રો મટીરીયલ અલગ અલગ કંપનીઓ પાસે આવતું હોવાથી વલસાડ જિલ્લાના ઓક્સિજનના પ્લાન્ટ સંચાલકો મુંજવણમાં મુકાઈ રહ્યા છે. ઓક્સિજન પ્લાન્ટ સંચાલકોના મોબાઈલ ફોન સતત વ્યસ્થ આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *