AHMEDABAD GUJARAT

“સ્થિતિ હતી ને એવી જ છે” 1200 બેડ ની હોસ્પિટલ હોવા છતાં છેલ્લે આવું જોવું પડ્યું

“સ્થિતિ હતી ને એવી જ છે” 1200 બેડ ની હોસ્પિટલ હોવા છતાં છેલ્લે આવું જોવું પડ્યું,એક દર્દીને દાખલ કરવામાંય દોઢ કલાક નીકળી જાય છે.હોસ્પિટલ તંત્રએ દર્દીઓને લઈને ઊભી રહેતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો માટે ગેટ પાસે મંડપ બાંધ્યા છે,

પરંતુ શનિવારે 12.30 વાગે વટવાથી રિક્ષામાં આવેલી એક મહિલાનું ઓક્સિજન લેવલ ઘટીને 45 થઈ જવા છતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે માત્ર ગ્લુકોઝનો બાટલો ચઢાવાયો હતો.સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં દાખલ કરવા રોજે રોજ 40-50 એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગે છે.

તેઓ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે તેમનો 60મો નંબર હતો અને મહિલાનું ઓક્સિજન લેવલ સતત ઘટી રહ્યું હતું.6 કલાક સુધી મહિલાને દાખલ કરાઈ ન હતી.

મહિલાના પરિવારે 108ને ફોન કર્યો હતો પરંતુ 2 કલાક સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી. આખરે તેમનો પુત્ર રિક્ષામાં લઈને આવ્યો હતો. આખરે મહિલાને ગભરામણ અને પેટમાં દુખાવો ઉપડતાં તેના પુત્રે ઓપીડી સામે રોડ પર સૂવડાવવી પડી હતી. લગભગ 7.30 કલાકની રઝળપાટ પછી આખરે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *