GUJARAT Uncategorized

ભયાનક મહામારીને રોકવા ગુજરાત સરકાર આકરા પાણીએ, આપ્યું આ મોટું નિવેદન

રાજ્યમાં અત્યારે ઘણા મહામારીના મહાપાપીઓ ફૂટી નીકળ્યા છે, લોકોના જીવ સાથે રમત રમીને પૈસા છાપતાં લોકો પકડાઈ રહ્યા છે ત્યારે રાજ્યના ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યના પોલીસ વડાએ આ મુદ્દે આજે મોટું નિવેદન આપ્યું છે.

રાજ્યમાં આવા કાળાબજારી કરનારા લોકોને સબક શીખવાડવા માટે સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે પાસા કાયદા હેઠળ કાળા બજારીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરાશે.

રાજ્યના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે વિકૃત લોકો ઇન્જેક્શનની કાળા બજારી કરી રહ્યા છે તેમને છોડવામાં નહીં આવે. આ સિવાય પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ સહિતની ઘણી બધી કલમો લગાડવાના આદેશ આપવામાં આવ્યા છે. પ્રદીપ સિંહે કહ્યું કે મોતના સોદાગરોની શાન ઠેકાણે લાવવા માટે રાજ્ય સરકારે પૂરી કડકાઇ કરવાનો નિર્ણય લીધો છે. આટલું જ નહીં ગુજરાતમાં 11 નવા ઑક્સીજન પ્લાન્ટ ઊભા કરવા માટે સરકારે નિર્ણય કર્યો છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

આ સિવાય રાજ્યમાં કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે ગુજરાતમાં એક જ મહિનામાં 6 લાખ રેમડેસિવિર ઈંજેક્શન આપવામાં આવ્યા છે. એનએ આજથી મારુ ગુજરાત કોરોના મુક્ત ગુજરાત અભિયાન પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે, રાજ્યના 18 હજાર ગામડાઓમાં આ અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને હાલમાં ગુજરાતમાં 96,066 જેટલા બેડ ઉપલબ્ધ છે.

62 Replies to “ભયાનક મહામારીને રોકવા ગુજરાત સરકાર આકરા પાણીએ, આપ્યું આ મોટું નિવેદન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *