INDIA Uncategorized

“હાદસો કે પછી હત્યા” સમયસર ઓકસીજન ન મળતા એકસાથે 24 દર્દીએ છોડ્યો જીવ-ઓમ શાંતિ લખીએ

દેશભરમાં ઑક્સીજનના કારણે સતત મોત વધી રહી છે કારણ કે સમયસર દર્દીઓને ઑક્સીજન મળી રહી નથી. કર્ણાટકના ચામરાજનગરમાં ઑક્સીજનની કમીથી 24 દર્દીઓના મોત થયા છે, અહિયાં એક હોસ્પિટલમાં દાખલ 24 દર્દીઓ મોતને ભેટી ગયા છે અને તેના માટે માત્રને માત્ર બેદરકાર તંત્ર જ જવાબદાર છે. ગઇકાલે મધ્ય રાત્રિ બાદથી 24 જ કલાકમાં 24 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ચામરાજનગરની જે હોસ્પિટલમાં આ ઘટના થઈ છે તેને બેલ્લાઋની એક હોસ્પિટલમાંથી ઑક્સીજન મળવાનો હતો પરંતુ ઑક્સીજન આવવામાં મોડું થઈ ગયું જેના કારણે મોતનું તાંડવ જોવા મળ્યું છે. મીડિયા અહેવાલ અનુસાર મોટા ભાગના દર્દીઓ વેન્ટિલેટર પર હતા અને ઑક્સીજન ન મળતા આ દર્દીઓ તડપવા લાગ્યા અને ભયંકર પરિસ્થિતિમાં તેમનું મોત થઈ ગયું, હોસ્પિટલની બહાર દર્દીઓના પરિજનોનું હૈયાફાટ રુદન જોવા મળ્યું છે.

ભારતના સ્વાસ્થ્ય મંત્રી મોટા મોટા દાવા કરે છે કે દેશમાં તો ઑક્સીજનની કોઈ કમી જ નથી. પરંતુ તેમને દેખાતું નથી કે કેટલાય રાજ્યોથી દરરોજ આ પ્રકારની ખબરો સામે આવી રહી છે. કર્ણાટકમાં રવિવારે 37 હજાર કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા છે જ્યારે 217 દર્દીઓના મોત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *