GUJARAT

કોરોના મહામારી વચ્ચે ખેડૂતો માટે આવ્યા મહત્વના સમાચાર, સીએમ રૂપાણીએ લીધો મોટો નિર્ણય, જાણો

ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ એવો નિર્ણય કર્યો છે કે સહકારી ધિરાણ માળખાના ખેડૂતો માટે રાજ્ય સરકારના ૪ ટકા તેમજ ભારતના ૩ ટકા મળી કુલ ૭ ટકા વ્યાજ રાહતની રકમ રાજ્ય સરકાર ચૂકવશે આ કિસાન પક્ષના નિર્ણયના પરિણામે ખેડૂતો પરના વ્યાજ રાહતનો વધારાનો કુલ રૂા. ૧૬.૩૦ કરોડનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.

રાજ્યના કૃષિ કલ્યાણ વિભાગ દ્વારા આ અંગે ની યાદીમાં વધુમાં એમ પણ જણાવાયું છે કે નાબાર્ડની ક્રેડીટ પોલીસી મુજબ રાજ્યમાં ખેડૂતોને ટૂંકી મુદતનું પાક ધિરાણ, ધિરાણ સંસ્થાઓ મારફત ૭ ટકાના દરે પુરૂં પાડવામાં આવે છે જે પૈકી સમયસર ધિરાણ પરત ભરપાઇ કરતાં ખેડૂતોને ૩ ટકા વ્યાજ રાહત ભારત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. જયારે ૪ ટકા વ્યાજ રાહત ગુજરાત સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે. પરિણામે ગુજરાત રાજ્યના આવા ખેડૂતોને ઝીરો ટકા વ્યાજ દરે પાક ધિરાણ ઉપલબ્ધ થાય છે.

Covid-19ના સેકન્ડ વેવમાં પણ માર્ચ-ર૦ર૧ થી મહામારીના કેસોમાં વધારો થયેલ છે. જેના પરિણામે ચાલુ વર્ષે પણ ખેડૂતો દ્વારા તા. ૩૧-૦૩-ર૦ર૧ સુધીમાં ધિરાણ પરત ભરપાઇ ના કરી શકે તેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. આ સંજોગોમાં પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવા અંગે મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

અંતે નિર્ણયના પરિણામે જે ખેડૂતો દ્વારા સહકારી ધિરાણ માળખા મારફત તા. ૦૧-૦૪-ર૦ર૦ થી તા. ૩૦-૦૯-ર૦ર૦ સુધીમાં પાક ધિરાણ લીધેલ હશે તેવા પાક ધિરાણની રકમ પરત ભરપાઇ કરવાની મુદત તા. ૩૦-૦૬-ર૦ર૧ સુધી વધારવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *