AHMEDABAD GUJARAT

ઘરની હોસ્પિટલ હોવા છતાં બે વૃદ્ધાએ ઘરે જ આઇસોલેટ થઈને કંઇક આ રીતે કોરોનાને હરાવ્યો, જાણો

પોતાના ઘરે જ આઈસોલેટ થઈ યોગ્ય ડૉક્ટરની બિનશરતી સલાહ માનવી. આ શબ્દો કોરોનાને માત આપીને બહાર આવેલાં અમદાવાદનાં બે સિનિયર સિટીઝન મહિલાનાં છે. 87 વર્ષનાં માલતીબેન ભગવતી અને 82 વર્ષનાં પત્રલેખાબેન બોડીવાલા ઇચ્છે ત્યારે હોસ્પિટલમાં દાખલ થવાની સુવિધા હોવા છતાં તેમણે ઘરે આઇસોલેટ રહી કોરોનાને માત આપી હતી.

બંનેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમણે તેમની ડોક્ટર દીકરીઓની સલાહ લીધી હતી અને દવાખાનામાં દાખલ થવાને બદલે હોમ આઇસોલેશનમાં રહેવાનું પસંદ કર્યું હતું. તેમનું કહેવું છે કે, કોરોના થવાથી તણાવમાં આવવાની જરૂર નથી.ક્વોરન્ટાઇનના સમય દરમિયાન ડીપ બ્રીધિંગ, પ્રાણાયમ જેવી કસરત અને દૃઢ મનોબળથી સ્ટ્રેસને હાવી થવા ન દીધો

સામદેવ હોસ્પિટલના ડિરેક્ટર ડો. શેફાલી દેસાઈ જણાવે છે કે, આ મહિને જ અમારા પરિવારને કોરોનાનો ચેપ લાગ્યો હતો. મારી માતા માલતીબેનને પણ સંક્રમણ લાગ્યું હતું. મારી માતાને માઇલ્ડ બીપી, તાવ, શરદી, ઉધરસ, માથાનો દુખાવો જેવાં કોરોનાનાં તમામ લક્ષણો છતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવાને બદલે હોમ આઇસોલેશનમાં રાખ્યાં હતાં. તેમણે ઘરે જ જરા પણ તણાવ રાખ્યા વિના ઊંધા સૂવું, ડીપ બ્રીધિંગ અને પ્રાણાયમથી કોરોનાને હરાવ્યો.

ડૉ. ગાર્ગી જણાવે છે કે, કોરોનામાં બિલકુલ પેનિક થવાની જરૂર નથી. હોમ આઇસોલેશન તેનો ઈલાજ છે, માટે ખૂબ જરૂરી હોય તો જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખવો. બિનજરૂરી હોસ્પિટલની લાઇનોમાં ઊભા રહેવાથી ગરમી અને સ્ટ્રેસના કારણે ઓક્સિજન લેવલ ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *