GUJARAT

ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રી ચુડાડમાંનું મોટું નિવેદન, જાણો

હાલ ગુજરાતમાં કોરોના ખુબ જ ભયાનક રીતે પોતાનો કહેર દેખાડી રહ્યો છે. આવામાં ગુજરાતમાં કોરોનાની મહામારીને કારણે હાલ તમામ શાળા કોલેજો બંધ કરી દેવામાં આવ્યા છે અને 1થી 9 તેમજ 11માં ધોરણને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યુ છે.

પણ ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષાઓ હજી પણ પાછી ઠેલાઈ છે પણ આ પરીક્ષાઓ મોકૂફ નથી રાખવામાં આવી ત્યારે આજે શિક્ષણમંત્રીએ આ અંગે ખુબ જ મહત્વની વાત કરી હતી. ધોરણ 10-12ની બોર્ડ પરીક્ષા મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન સામે આવ્યુ છે જેમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીએ પરીક્ષાને લઈને 18 એપ્રિલના રોજ જાહેરાત કરી છે.

હાલ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ વધુમાં જણાવ્યું હતુ કે, પૂરતો સમય આપીને પરિસ્થિતિની સમીક્ષા કરીને 15 મેના રોજ નિર્ણય લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *