INDIA

સુપ્રીમ કોર્ટ ની સરકાર ને ટકોર : કોરોના ને અટકાવવા લોકડાઉન જરૂરી જલ્દી થી આખા દેશ માં…

દેશની હોસ્પિટલોમાં બેડ, આઈસીયુ, ઓક્સિજન, જરૂરી દવાઓ વગેરેની અછત મુદ્દે સુપ્રીમ કોર્ટે સુઓમોટો કરીને સુનાવણી શરૂ કરી છે. આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કોરોના સંક્રમણ કાબુમાં રાખવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને લૉકડાઉનનો વિચાર કરવાની પણ ભલામણ કરી.આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ કર્યો કે, હાલની સ્થિતિમાં રાજ્ય સરકારોએ ઓક્સિજન પહોંચાડવા આગામી ચાર દિવસમાં રોજેરોજનો ઈમર્જન્સી સ્ટોક તૈયાર કરવો.

આ સાથે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે, કોરોના દર્દીઓ પાસે રહેણાકનો પુરાવો ના હોય, તો પણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સરકારો તેમને ભરતી કરવાની કે જરૂરી દવા આપવાની ના નહીં પાડે. આ મુદ્દે કેન્દ્ર આગામી બે સપ્તાહમાં હોસ્પિટલમાં દર્દીને ભરતી કરવાની રાષ્ટ્રીય નીતિ બનાવે, જેનો તમામ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોએ અમલ કરવાનો રહેશે.દેશમાં વધતા સંક્રમણનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને વર્તમાન લહેર કાબુમાં રાખવાની યોજના બનાવવાનું પણ સૂચન કર્યું.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લૉકડાઉનની સામાજિક-આર્થિક અસરોની નબળા વર્ગ પર શું અસર થશે, તેનાથી અમે વાકેફ છીએ. આમ છતાં, લૉકડાઉન કરવું પડે, તો આ વર્ગની તમામ જરૂરિયાતો પૂરી કરવા યુદ્ધ સ્તરે તૈયારી કરો.આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાની સરકારી હોસ્પિટલમાં શનિવારે 15 દર્દીના ઓક્સિજનના અભાવે મોત થઈ ગયા. પરિવારજનોએ આ પ્રકારનો આક્ષેપ લગાવ્યા પછી અનંતપુર જિલ્લાના જોઈન્ટ કલેક્ટર નિશાંત કુમારે હોસ્પિટલની મુલાકાત લીધી. તેમણે કહ્યું કે, અમારી ટીમે ઓક્સિજન પ્લાન્ટની તપાસ કરી છે.

અમે કોવિડ વૉર્ડની પણ મુલાકાત લીધી. ત્યાં ઓક્સિજન લાઈન અને વાલ્વની પણ તપાસ કરી. ત્યાં કોઈ જ લિકેજ ન હતું. ઓક્સિજન પ્લાન્ટનું પ્રેશર પણ બરાબર હતું. સપ્લાયમાં કોઈ મુશ્કેલી ન હતી.કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી છે. તેમાં કોર્ટને એ આદેશ પાછો ખેંચવાની અપીલ કરાઈ છે,

જેમાં દિલ્હીને ફાળવાયેલો 490 મેટ્રિક ટન ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવાનું કહેવાયું છે. આ સાથે તેનું પાલન નહીં કરવા બદલ અવમાનનાની કાર્યવાહી કરવાની પણ ચેતવણી અપાઈ હતી. તેથી તે આદેશ પાછો ખેંચવાનો પણ અનુરોધ કરાયો છે. જસ્ટિસ વિપિન સાંધી અને રેખા પલ્લની બેન્ચે શનિવારે ઉપરોક્ત આદેશ આપતા કડક અંદાજમાં કહ્યું હતું કે, હવે બહુ થઈ ગયું. પાણી માથાની ઉપર જતું રહ્યું. લોકો ઓક્સિજનના અભાવે મરી રહ્યા છે અને તમે છેલ્લા ઘણાં દિવસથી કશું નથી કરી રહ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *