Uncategorized

હોસ્પિટલનું શરમજનક કૃત્ય: પિતાને બિલ ભરવામાં મોડું થયું તો હોસ્પિટલ એ પુત્રનો મૃતદેહ રસ્તા પર રજડતો મૂક્યો

પાંડેસરા પોલીસ કોલોની નજીક રહેતા ભગવાન ત્રીનાથ નાયકને તાવ આવ્યા બાદ ન્યુમોનિયાની અસર જણાતા પાંડેસરાની પ્રિયા જનરલ હોસ્પિટલમાં રિફર કરાયા હતા. જ્યાં14 દિવસ કોરોનાની સારવાર દરમિયાન શનિવારે ભગવાનભાઈ નાયકનું મોત થયું હતું. પરિવારે બાકી બિલ ન ભરતા હોસ્પિટલ દ્વારા મૃતદેહ રસ્તા પર મુકી દેવાયો હતો. જેથી પરિવારે હોબાળો મચાવતા પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી બંને પક્ષોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો.

ત્રિનાથ નાયક (મૃતક ભગવાન નાયકના પિતા) એ જણાવ્યું હતું કે, પુત્રને બે દિવસ પહેલાં તાવ આવ્યો હતો. આ ડોક્ટરને બતાવ્યું હતું, એમને દવા આપી હતી. જોકે, સારું નહીં થતા અમે ફરી ડોક્ટરને વાત કરી તો પ્રિયા જનરલ હોસ્પિટલ લાવવા પડશે એમ કહ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, એક્સ રે પડાવ્યા બાદ વધુ ખર્ચ થશે, જાઉં આ દવા લઈ આવો એમ કહી બે દિવસમાં 4500ની દવા મગાવી હતા. ત્યારબાદ 10-10 હજાર એમ બે વાર ડિપોઝીટ ભરવા કહ્યું ને આખરે દીકરો મૃત્યુ પામ્યો તો મૃતદેહ હોસ્પિટલ બહાર રોડ પર રઝળતો મૂકી દરવાજાને તાળા મારી દીધા હતા. જેથી અમે પોલીસને બોલાવી હતી. અમને ન્યાય મળે કે નહીં પણ અમારામાં માનવતા છે એટલે અમે દીકરાના મૃતદેહને લઈ જઈશું અને અંતિમવિધિ કરી તેની આત્માને શાંતિ આપીશું.

ડો.જીતુ પટેલે જણાવ્યું હતું કે રાત્રે દર્દીનું મોત નિપજ્યા બાદ પરીવારે જ અમને મૃતદેહ નીચે ઉતારવા કહ્યું હતું. અમને એમ કે શબવાહીની મંગાવી હશે અને તેઓ તેમા તેને લઇ જશે પરંતુ થોડો સમય બાદ કોઈકે પરિવારને ગેરમાર્ગે દોર્યો હતો અને તેના કારણે આ હોબાળો થયો હતો. અમે વાતાવરણ ન બગડે તે માટે પોલીસને જાણ કરી હતી.

મૃતકના સંબંધી મુકેશ નાયકે જણાવ્યું હતું કે પહેલા 3 હજાર ખર્ચ થશે તેવું જણાવ્યું હતું ત્યાર બાદ બે દિવસ પછી સિટીસ્કેન કરાવવા કહ્યું હતું જેમાં 40 ટકા કફ સુકાઈ ગયો હોવાનું જણાવી, બે દિવસમાં સારૂ થઈ જશે તેવું કહ્યું હતું. દિવસના 5 હજાર ખર્ચ આવે છે. જેથી અમે કાલે લઈ જઈશું તેવું કહ્યું હતું. મોડી રાત્રે દર્દીનું મોત થયાંનું જણાવી એક લાખનું બિલ કાઢ્યું હતું. અમે બિલ ન ભર્યુ તો મૃતદેહ રસ્તા પર મુકી દીધો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *