SPORT

IPL રદ થયા બાદ હવે T-20 વર્લ્ડ કપ માટે મોટો નિર્ણય, જાણીને ચોંકી જશો

ભારતીય ક્રિકેટ બોર્ડ માટે સપ્ટેમ્બરમાં IPL 2021ની અન્ય 31 મેચનું આયોજન સંભવ જણાઈ રહ્યું નથી. તેથી 14 સપ્ટેમ્બરના રોજ ઈંગ્લેન્ડ વિરૂદ્ધની ટેસ્ટ શ્રેણી પૂર્ણ કર્યા પછી આની કોશિશ કરવામાં આવી શકે છે. ભારત અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ પહેલાથી જ એક બાયો-બબલમાં હશે એટલે બીજા બબલમાં સ્થાન મેળવવું એમના માટે થોડુ સરળ રહેશે. આવી પરિસ્થિતિમાં ભારતીય ક્રિકેટ બોર્ડને 25 સપ્ટેમ્બરની આસપાસ જે વિન્ડો મળી છે, એમાં BCCI ઓક્ટોબરના બીજા સપ્તાહ સુધીમાં IPLનું આયોજન કરી શકે છે.

આગામી કેટલાક દિવસોમાં જ ભારતની જગ્યાએ UAE માં વર્લ્ડ કપ યોજાશે એવી જાહેરાત થઈ શકે છે. વિશ્વના તમામ ક્રિકેટરોને પોતાની ટીમ સાથે UAE આવવું પડશે. BCCIના ઓયોજન પ્રમાણે તેઓ IPLમાં રમી રહેલા તમામ ખેલાડીઓને વહેલા UAE બોલાવી લેશે અને ત્યાંજ બાકી રહેલી મેચ પૂર્ણ કરી દેશે.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર નવેમ્બરની આસપાસ આવવાની આશંકા હોવાથી વર્લ્ડકપના આયોજન પર પ્રશ્નાર્થચિન્હ મુકાઈ ગયું છે. ભારતમાં IPLનું બાયો બબલ સફળ સાબિત ન થતા, વિદેશી ખેલાડીઓ પણ દેશમાં આવવા માંગતા નથી. UAEનું 2020માં જે બાયો-બબલ હતું તે સફળ રહ્યું હતું.

જો વર્લ્ડકપનું આયોજન UAEમાં થશે, તો પણ BCCI એને હોસ્ટ કરશે. ભારતીય બોર્ડ અને ICCએ પહેલાથી જ આ વાતની પુષ્ટિ કરી દીધી હતી. ICCએ 2020ના ટી-20 વર્લ્ડ કપને હોસ્ટ કરવા માટે ઓસ્ટ્રેલિયા અને 2021નો ટી-20 વર્લ્ડ કપ હોસ્ટ કરવા માટે ભારતની પસંદગી કરી હતી. જ્યારે ICCએ 2021ના વર્લ્ડ કપનું આયોજન BCCI અતર્ગત રાખ્યું છે. તેથી જ UAEમાં તમામ ખેલાડીઓના સ્વાસ્થ્યની તકેદારી સાથે IPL અને વર્લ્ડ કપ યોજાય એવું પ્લાનિંગ BCCI દ્વારા કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *