GUJARAT

યુવતી નેતાને ઘરે મૂકવા જતી હતી ને સૂમસામ સ્થળે નેતાએ ગાડી ઉભી રખાવી અને પછી…

પૂર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ ઉર્ફે લાલુ વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ યુવતીએ નોંધાવી નોંધાવી છે. આ કોર્પોરેટર પાદરાના છે, પાદરા નજીકના સોખાડા ગામે આવેલ ફાર્મમાં પાર્ટીની મેજબાની કરી યુવતીને ઘરે મુકવા જતા દરમિયાન બળાત્કારની ઘટના બની હતી.

રાત્રીના સમયે પાદરા નજીક ચાપડ – બીલ રોડ પર મોટરકારમા શારીરિક અડપલાં કરી નિર્વસ્ત્ર કરી યુવતીની બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી.

આ પૂર્વ કોર્પોરેટરની લાલુની ફરિયાદ થતા જ ફરાર થઈ ગયો હતો. પાદરામાં પૂર્વ કોર્પોરેટર અને બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ પટેલ દુષ્કર્મના ગુનામાં વોન્ટેડ હતો, જેને રાજસ્થાનના જયપુર ઝડપી પાડવામાં આવ્યો હતો. ફોર્ચ્યુનર કારમાં યુવતી પર દુષ્કર્મ કરી ફરાર થયો હતો. આ ગુનાની તપાસ LCB વડોદરા ગ્રામ્ય ચલાવી રહી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *