Uncategorized

ગુજરાતમાં અહીં 10 દિવસના લોકડાઉનની જાહેરાત, 16 મેં સુધી રહેશે બધું બંધ

રાજ્યમાં કોરોનની ભયન લહેર ચાલી રહી છે. ગઈકાલે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વધુ 7 શહેરનો ઉમેરો કરીને કુલ 36 શહેરમાં રાત્રી કર્ફ્યુની જાહેરાત કરી હતી. આ કર્ફ્યુનો અમલ આગામી 12 મે સુધી રહેશે. સરકારના રાત્રી કર્ફ્યની જાહેરાતની વચ્ચે અનેક ગામડા અને નાના શહેરમાં પણ લોકો સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે ત્યારે હવે મહેસાણાના જાણીતા યાત્રાધામ બહુચરાજીમાં પણ 10 દિવસના સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

આ સ્વૈચ્છિક લોકડાઉન 7 મેથી શરૂ થઈને 16 મે, 2021 સુધી લાગુ રહેશે. બહુચરાજીમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. બહુચરાજીમાં ગ્રામ પંચાયત અને વેપારી એસોસીએશને સાથે મળીને આ નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં 13050 નવા કેસ નોંધાયા છે. રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે. સોમવારે 12820 કેસ નોંધાયા હતા. ગઈકાલે ફરી 13050 નવા કેસ નોંધાયા છે.

રાજ્યમાં ગઈકાલે 12121 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 4,64,396 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 48 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 148297 પર પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *