INDIA MADHYA PRADESH

આખરે 17 મે સુધી ના લોકડાઉન નો નિર્ણય ,CM એ કહ્યું કડક પણે ગાઈડલાઈન નું પાલન કરવું પડશે

મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ હવે મોટા શહેરોની સાથે સાથે નાના નાના ગામડાઓમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને ધ્યાનમાં રાખીને હવે રાજ્યમાં કર્ફ્યુ એટલે કે લોકડાઉનની મર્યાદા વધારીને 17 મે સુધી કરી દેવામાં આવી છે. રાજ્યમાં પેહલેથી જ વિકએન્ડ લોકડાઉન હોવાના કારણે આ લોકડાઉન 17 મે સવારે 6 વાગ્યા સુધી રહેશે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કિલ કોરોના અભિયાન પાર્ટ-2 અંતર્ગત કહ્યું કે, કોરોના કર્ફ્યુનું કડક રીતે પાલન કરવામાં આવશે. ગામડાઓમાં સંક્રમણ ફેલાતું રોકવામાં નહીં આવે તો સ્થિતિ વધારે ખરાબ થઈ જશે.

મુખ્યમંત્રીએ કહ્યું કે હવે ગામડાંમાં પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જરા પણ ઢિલ કરવામાં આવી તો મોટા સંકટમાં ફસાય જશું. જે જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા વધુ છે અને ગામડાં સંક્રમણ નહીં રોકવામાં આવે તો સ્થિતિ ભયંકર બની જશે. તેએ કહ્યું કે એવા લગ્ન કરવાનું કોઈ જ ઔચિત્ય નથી જેના કારણે પોતાના અને પોતાના લોકોના જીવન સંકટમાં મુકાય જાય.મુખ્યંત્રીએ કહ્યું કે કોરોના કર્ફ્યૂનું કડકપણે લાગુ કરવાનો નિર્ણય સ્થાનિક સ્તરે થશે. ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ સૌની સહમતિથી નિર્ણય કરશે. તેઓે તમામ જનપ્રતિનિધિઓ, કોંગ્રેસ, ભાજપના સભ્ય સહિત સમાજે સેવકે મળીને કોરોના સામે લડવા માટે પોતપોતાના વિસ્તારોમાં વ્યવસ્થાઓ કરવાનું કહ્યું છે. મુખ્યમંત્રીની જાહેરાત પહેલાંથી હોશંગાબાદ સહિત પ્રદેશના અનેક જિલ્લામાં 15 મે સુધી કફર્યૂનો નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકારના પ્રધાન વૈજ્ઞાનિક સલાહકાર કે. વિજય રાઘવને કહ્યું કે જે પ્રકારે સંક્રમણ ફેલાયેલું છે, તેને જોતા કોરોનાની ત્રીજી લહેર આવશે તે નિશ્ચિત છે. અમને તે નથી ખ્યાલ કે ત્રીજી લહેર ક્યારે આવશે, પરંતુ આપણે કોવિડ-19ના પ્રોટોકોલને યથાવત રાખતા તેના માટે તૈયાર રહેવું જોઈએ. આ ચેતવણીને જોતા શિવરાજ સરકારે હવે કફ્રયૂને 15 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. કેરળ સહિત અનેક રાજ્યોમાં 15 મે સુધી ટોટલ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે, પરંતુ મધ્યપ્રદેશમાં હાલ કોરોના કર્ફ્યૂ રહેશે.

વિધાનસભા વોર બનશે ક્રાઈસિસ મેનેેજમેન્ટ ગ્રુપ
મુખ્યમંત્રીે કહ્યું કે હવે વિધાનસભાની રીતે ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપ બનશે. જેને ક્ષેત્રના ધારાસભ્ય લીડ કરશે. જેમાં SDM, રાજકીય કાર્યકર્તા, સમાજસેવીને સામેલ કરવામાં આવે. ક્ષેત્રમાં ભીડવાળા સ્પોટ ચિન્હિત કરીને સખ્તી કરવામાં આવે.

57 Replies to “આખરે 17 મે સુધી ના લોકડાઉન નો નિર્ણય ,CM એ કહ્યું કડક પણે ગાઈડલાઈન નું પાલન કરવું પડશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *