INDIA

આખા દેશ માં સંપૂર્ણ લોકડાઉન થશે ? જાણો શું કહ્યું મોદી સરકારે

જે વિસ્તારોમાં સંક્રમણ દર 10 ટકા કરતા વધારે છે ત્યાં નાઈટ કર્ફ્યુની સલાહ અપાઈ છે. આ સંબંધમાં 29 એપ્રિલે ગાઈડલાઈન જારી કરાઈ છે જેમાં કહેવાયું છે કે આપણે ટ્રાન્સમિશન રોકવાનું છે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્થાનિક પરિસ્થિતિની સમિક્ષા કરીને નિર્ણય લઈ શકે છે.

આ ગાઈડલાઈનની ઉપરાંત જો બીજું કંઈ કરવાની જરુર પડી તો તે વિકલ્પો પર પણ વિચાર કરાય છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું કે દેશવ્યાપી લોકડાઉન લગાડવાની મોદી સરકારની કોઈ યોજના નથી.

પરંતુ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના પ્રતિબંધો વધુ મજબૂત કરવાનો આદેશ આપ્યો છે.જ્યાં કોરોના પોઝિટીવીટી રેટ 15 કરતા વધારે હોય.હેલ્થ મિનિસ્ટ્રી તરફથી પણ દેશના એવા જિલ્લામાં કડક લોકડાઉન લગાડવાની સલાહ આપી છે,કેન્દ્ર સરકાર તરફથી લોકડાઉનનો કોઈ વિચાર નથી.દેશભરમાં લોકડાઉન અંગે કેન્દ્ર સરકારનું માનવું છે કે તેનાથી મોટી સંખ્યામાં રોજગારી છીનવાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *