GUJARAT

ગુજરાત હાઇકોર્ટે 43 પેજ ની સુનાવણી માં કહ્યું કે ખાલી રાત્રિ કરફ્યુ નહિ ચાલે એટલે જલ્દી થી…..

ગુજરાત હાઇકોર્ટે 43 પેજ ની સુનાવણી માં ,43 પેજના હુકમમાં નામદાર કોર્ટે રાત્રિ કર્ફયુ લગાવવું પૂરતું નહીં હોવાનું જણાવ્યું છે.તેની સામે કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્ય સરકાર પગલા લે તેવો હુકમ કરવામાં આવ્યો છે.

વધુમાં નામદાર કોર્ટે ટેસ્ટિંગ બાબતે લોકોને સાચી વિગતો આપવા અને આગામી સુનાવણીમાં સરકાર નિર્દેશિત પ્રશ્નોની માહિતી સાથે સૌગંદનામું રજુ કરે તેવો ઓર્ડર કરવામાં આવ્યો છે.રાજ્ય માં RT-PCR ટેસ્ટિંગ મશીન પણ કેટલા કાર્યરત છે તે અંગેની માહિતી અને 21 યુનિવર્સિટીમાં RT-PCR ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું કે નહીં તે અંગેની માહિતી આ બને બાબતનો આગામી સુનાવણી દરમિયાન એફિડેવિટમાં ઉલ્લેખ કરવા જણાવ્યું છે.રાજ્ય સરકાર ટેસ્ટિંગ અંગેના આંકડા પણ સાચા લોકો સમક્ષ રજુ કરવા જોઈએ.

પબ્લિક હેલ્થ સેન્ટરે લોકોની ભીડ ટેસ્ટિંગ માટે ન થાય તે માટે RT-PCR ટેસ્ટિંગની વ્યવસ્થા ઝડપથી વધારવી જોઈએ. જેથી ભીડ ન થાય અને સંક્રમણ રોકી શકાય. રાજ્ય સરકારેઓક્સિજનની છેલ્લા બે અઠવાડિયાની ડેટા સાથેની માહિતી લઈને એફિડેવિટમાં ઉલ્લેખ કરવાનો રહેશે. સાથે ઓક્સિજન ક્યાં-ક્યાંથી મેળવવા આવે છે તેની પણ ડેટા સાથેની માહિતીનો પણ ઉલ્લેખ કરવાનો રહેશે.રાજ્ય સરકારે હવે નેક્સ્ટ હિયરિંગમાં 900 બેડ ઘન્વંતરી હોસ્પિટલનો પ્લાન લઈને હાજર થવાનો આદેશ કરાયો છે.

લોકો હજી પણ કામ વગર બહાર નીકળે છે. મોટી સંખ્યામાં ભેગા થાય છે એ બાબતે સરકાર કડક પગલાં લે. માત્ર રાત્રિ કર્ફ્યૂથી કોરોનાની ચેઇન નહીં તૂટે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે યોગ્ય પગલાં લેવા જોઈએ.રાજ્યમાં કોરોનાની ચેઇન તોડવી જરૂરી છે. રાજ્ય સરકાર જે નિર્ણય લીધા છે. જેમાં રાત્રિ કર્ફ્યૂ લાદયો છે અને ઘણા પ્રતિબંધો મુક્યા છે તેમ રાજ્ય સરકારે તેનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે.

26 યુનિવર્સિટીમાં લેબોરેટરી ક્યારે તૈયાર થશે તે સરકાર જણાવે. રેમડેસિવિરની વહેંચણી કઈ રીતે થઇ રહી છે? શું માત્ર મનપા અને સરકારી હોસ્પિટલમાં જ આપવામાં આવી રહ્યા છે કે અન્યને પણ આપવામાં આવી રહ્યા છે તે સરકાર જણાવે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે મીડિયાને જણાવ્યું હતું કે, GMDC ખાતે હાલ કેટલા બેડ કાર્યરત છે? સફાઈની ત્યાં કયા પ્રકારે વ્યવસ્થા છે? ઓક્સિજનનું કેટલું ઉત્પાદન થઇ રહ્યું છે અને તેની સામે કેટલી જરૂરિયાત છે તે સરકાર જણાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *