Uncategorized

ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર દાનમાં આપ્યા 50 લાખ રૂપિયા અને…

ગીર-સોમનાથ જિલ્લામાં દર્દીઓને ઉત્તમ સારવાર મળે અને બેડ, ઓક્સીજનની સુવિધામાં વધારો કરવા આરોગ્ય વિભાગ ઝુંબેશરૂપી કામગીરી કરી રહ્યો છે. ત્યારે સરકારી તંત્રની સાથે ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી કોરોના દર્દીઓની સેવા માટે આગળ આવી રહી છે.

સોમનાથ ટ્રસ્ટ હંમેશા સેવાકીય પ્રવૃતિમાં આગવું સ્થાન ધરાવે છે. સોમનાથ ટ્રસ્ના ટ્રસ્ટી પી.કે.લહેરી અને તેમની ટીમના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સતત સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલ રહે છે.

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રભાસ-પાટણ સામુહિક આરોગ્ય કેન્દ્રને ઓક્સીજન પ્લાન્ટ માટે ૫૦ લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યું છે. આ પ્લાન્ટ આરોગ્ય વિભાગને કોરોના દર્દીઓની સારવાર માટે ખુબ જ ઉપયોગી નીવડશે.

ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દ્વારા લીલાવતી ગેસ્ટહાઉસના ૭૨ રૂમ કોવીડ કેર સેન્ટર માટે વહીવટી તંત્રને આપવામાં આવ્યા છે. દરરોજ ૨૦૦થી વધુ કોરોના પોઝીટીવ હોય અને હોમ આઇસોલેશન માં હોય તેવા વ્યક્તિઓને ટીફીન મારફતે અહીંથી ભોજન પહોચાડવામાં આવે છે. કોરોના સામેની લડાઇમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપતો લોકહીત સહકાર ખરેખર પ્રશંસનીય છે.

6 Replies to “ગુજરાતના આ પ્રસિદ્ધ મંદિર દાનમાં આપ્યા 50 લાખ રૂપિયા અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *