GUJARAT

ગુજરાતનું એક એવું ગામ જ્યાં સૌથી વધુ વૃદ્ધો રહે છે છતાં નથી કોરોનાનો એક પણ, જાણો

મહેસાણાથી 45 કિલોમીટર દૂર આવેલા છેવાડાનું ગામડું ચાંદણકી ગામ જે બેચરાજી તાલુકા આવેલું છે. આ નાનકડા ગામની અંદર હજુ કોરોનાએ પ્રવેશ કર્યો નથી. તેમજ ચાંદણકી ગામની આજુબાજુમાં આવેલા મોટા ભાગના ગામડાઓમાં 40% જેટલું કોરોના સંક્રમણ થયું ચૂક્યું છે. તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ કોરોના કહેરના કારણે અનેક લોકો મોતને ભેટી ચુક્યા છે જ્યારે બેચરાજીમાં પણ કોરોના ના કેસો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે એવામાં બેચરાજીને અડીને આવેલા આ નાનકડા ગામ ચાંદનકી ગામમાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

બેચરાજીને અડીને આવેલા ચડાણકી ગામની અંદર મોટા ભાગના પરિવારો પોતાના ધંધા રોજગાર માટે ગામના યુવાનો વિદેશ અને અન્ય રાજ્યમાં સ્થાઇ થયા છે, ત્યારે આ ગામની અંદર કોઈ પણ યુવાન બાળક, જોવા મળતું નથી પરંતુ ગામની અંદર દરેક ઘરમાં 70થી વધુ ઉમરના વૃદ્ધ વસવાટ રહ્યા છે. તેમજ 365 દિવસ ગામના તમામ વૃદ્ધો સવાર સાંજ એક જ રસોડે સમૂહ ભોજન લે છે. ગામમાં દરેક ઘરમાં માત્રને માત્ર વૃદ્ધો જ નજરે પડતા જોવા મળે છે.

નાનકડું ગામ હોવા છતાં ત્યાંના રહીશો કોરોના ગાઈડલાઈનની સંપૂર્ણ રીતે પાલન કરી રહ્યા છે. ગામના વૃદ્ધપોતાનો સમય પસાર કરવા સાંજે છુટા છવાયા અને દો ગજ કી દુરી નું પાલન કરતા જોવા મળ્યા હતા.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

હાલમાં મોટા ભાગના શહેરોમાં લોકો માસ્ક વિના નજરે પડતા હોય છે. તેમજ માસ્ક મામલે પોલીસ દ્વારા સમજાવવામાં પણ આવે છે, પરંતુ ચાંદણકી ગામમાં રહેતી મોટી ઉમરની વૃદ્ધાઓ પણ ઘર કામ દરમિયાન માસ્ક પહેરી કામ કાજ કરતા હોય છે ઝાડુ, વાસણ જેમાં કામગિરી દરમિયાન દરેક વૃદ્ધાઓ પોતાના ઘરોમાં માસ્ક પહેરી કામ કરતા હોય છે.

ગામમાં એકલવાયું જીવન ગુજારતા પુરી બાએ જણાવ્યું હતું કે હું ગામમાં મારા મારા ઘરે એકલી રહું છું. મારા છોકરાઓ બહાર નોકરી ધંધા કરે છે અને હમણાં જ મારા છોકરાને કોરોના આવેલો તે બહાર રહે છે અને મારી સાથે સતત ફોન પર વાતચીત કરી ખબર અંતર પૂછે છે. અમે ઘરે એકલા હોઇએ અને ક્યાંક ક્યાંક બહાર બેસીને સમય પસાર કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *