fact INDIA

ભાજપ સિવાય ના બધા રાજ્યો એ લોકડાઉન અપનાવ્યું અને ભાજપ ની સત્તા છે ત્યાં……

દેશમાં દરરોજ રેકોર્ડ બ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કોરોનાના 2 કરોડ 11 લાખ 9 હજાર 110 કેસ નોંધાયા છે. હાલ 35 લાખ 72 હજાર 791 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 2 લાખ 30 હજાર 578 લોકોએ જીવ ગુમાવ્યા છે. કોરોનાના હાહાકાર વચ્ચે સંક્રમણ પર કાબૂ મેળવવા બિન ભાજપ શાસિત રાજ્યોએ વિલંબ કર્યા વગર લોકડાઉન લાગુ કરી દીધું છે. જ્યારે જે રાજ્યોમાં ભાજપની સંપૂર્ણ બહુમતિ છે અને સંક્રમણની ગતિ પણ વધારે છે, ત્યા એક્સપર્ટની ભલામણ છતાં અગમ્ય કારણોસર લોકડાઉન લાગુ કરવામાં ખચકાટ અનુભવાય છે. નિયંત્રણથી કોરોના કાબૂમાં આવશે તેવું માની રહ્યા છે. રાહુલ ગાંધી કહી રહ્યા છે કે કોરોના અટકાવવા દેશમાં લોકડાઉન લગાવવું જોઈએ જ્યારે ભાજપ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં છે.

કોરોનાના વધતા જતા કેસોને કારણે કેરળમાં 8 મેથી 16 મેની સવારે 6 વાગ્યા સુધી રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કેરળના સીએમ પિનારાઇ વિજયન દ્વારા કરવામાં આવી હતી. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-CPI(M) પાર્ટીના મુખ્યપ્રધાન પિનારાઇ વિજ્યને કેરળની પરિસ્થિતિને ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે કોરોનાના સંક્રમણને અટકાવવા માટે કડક પગલા ભરવા પડશે.

છત્તીસગઢમાં મુખ્યમંત્રી ભૂપેશ બધેલની સરકાર દ્વારા 15 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. તેમાં લોકડાઉનનો વધારવા સાથે અને સામાન્ય લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને થોડી રાહત અને છૂટ આપવાની વાત પણ કહેવામાં આવી છે. રાયપુર અને દુર્ગ જિલ્લા, જ્યાં સંક્રમણ અમુક હદ સુધી અંકુશ હેઠળ છે, આ કારણે આ બંને જિલ્લાઓમાં વધારાની રાહત આપવામાં આવી છે. ગાઈડલાઇન મુજબ શેરીઓની કરિયાણાની દુકાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ દુકાનો સાંજના પાંચ વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ સમય દરમ્યાન, જરૂરી સેવાઓ સિવાય તમામ દુકાનો બંધ રહેશે. છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

છત્તીસગઢમાં અત્યાર સુધીમાં કુલ 46 હજાર 793 કેસ નોંધાયા છે. જેમાં હાલ 8હજાર 363 એક્ટિવ કેસ છે. અત્યાસ સુધીમા 532 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં 2 લાખ 30 હજાર લોકોને વેક્સિન અપાઈ છે.

મહારાષ્ટ્રમાં 5 એપ્રિલથી કર્ફ્યુ જેવા લોકડાઉન સાથે લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો હતો. ત્યારબાદ પ્રતિબંધો 15 મે સુધી લંબાવાયા છે. ઘરેથી ખાનગી ઓફિસોને વર્ક ફ્રોમ હોમ પર જ ભાર આપવા જણાવ્યું છે. બસો અને ટ્રેનોના સંપૂર્ણ બંધને કારણે સમસ્યાઓ થઈ શકે છે. તેથી, તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર જીલાબંધી લાગુ કરવા પર પણ વિચાર કરી રહી છે. એટલે કે, જિલ્લાની બહાર જવા માટે પરવાનગી લેવી પડશે.

દિલ્હીમાં વધતાં કોરોનાના કહેરને કારણે લોકડાઉન 10 મે સુધી વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં ગયા સપ્તાહે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા એક અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં 19 એપ્રિલથીલોકડાઉન લાગુ છે અને 10 મે સુધી ચાલુ રહેશે.

દિલ્હીમાં અત્યાર સુધીમાં 12 લાખ 53 હજાર 902 કેસ નોંધાયા છે. જેમા 91 હજાર 859 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 18 હજાર લોકોના મોત થયા છે. દિલ્હીમાં 35 લાખ 70 હજાર લોકોને વેક્સિન અપાઈ છે.

ઝારખંડની હેમંત સોરેન સરકારે રાજ્યમાં કોરોનાના કહેરને ધ્યાનમાં લેતા 13 મે સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ, ઝારખંડમાં, ઘણા કડક અને પ્રતિબંધો સાથે, પ્રથમ 22 થી 29 એપ્રિલ સુધી અને ત્યારબાદ અમલ 29 એપ્રિલથી 6 મે સુધી સવારે 6 વાગ્યા સુધી લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું. 6 મેથી પૂર્ણ થયેલ લોકડાઉનને લંબાવીને 13 મે સુધી લાગુ કરવામાં આવ્યું છે. સરકારે જો કે તેને લોકડાઉનની જગ્યાએ ‘સ્વાસ્ સુરક્ષા સપ્તાહ થ્ય’ નામ આપ્યું છે. પણ તેના પ્રતિબંધો લોકડાઉન જેવા જ છે. આ દરમિયાન જીવન જરૂરી સેવાઓસિવાત તમામ પ્રકારની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે.ઝારખંડમાં અત્યાર સુધીમાં 2 લાખ 63 હજાર 155 કેસ નોંધાયા છે. જેમા 59 હજાર 531એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3346 લોકોના મોત થયા છે. રાજ્યમાં 32 લાખ 10 હજાર લોકોને વેક્સિન અપાઈ છે.

ઓરિસ્સામાં 19 મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઓરિસ્સાની નવીન પટનાયક સરકારે સંપૂર્ણ લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. ઓરિસ્સામાં 15 દિવસનું લોકડાઉન બુધવારથી 19 મે સુધી ચાલુ રહેશે. પોલીસ કમિશનર સૌમેન્દ્ર પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે કરિયાણું, માછલી, માંસ, દૂધ વગેરેની દુકાનો સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. વેક્સિનેશન કાર્ય અને કોરોના ટેસ્ટિંગનું કાર્ય ચાલુ રહેશે. પોલીસ આવા લોકોને રોકે નહીં.

ઓરિસ્સામાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમા 81 હજાર 585 એક્ટિવ કેસ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2174 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 59 લાખ 70 હજાર લોકોને વેક્સિન અપાઈ છે.

કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને બિહાર સરકારે 5 મેથી 15 મે દરમિયાન બિહારમાં લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે મંગળવારે સરકારના આ નિર્ણય અંગેની જાણકારી એક ટ્વિટ દ્વારા આપી હતી. આ દરમિયાન, રાજ્ય સરકારની તમામ કચેરીઓ, દુકાનો, વ્યાપારી અને ખાનગી ઓફિસો બંધ રહેશે. જીવનજરૂરી ચીજો, ફળો, શાકભાજી, માંસ-માછલી, દૂધ અને પીડીએસની દુકાનો સવારે 7 થી 11 દરમિયાન ખુલશે. બિનજરૂરી બહાર નીકળવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ફક્ત રેલ, વિમાન અથવા અન્ય લાંબા અંતરની મુસાફરી માટે જ લોકો જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકશે. તમામ શાળાઓ, કોલેજો, કોચિંગ, તાલીમ અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. રેસ્ટોરાં અને ખાણી-પીણીની દુકાનો બંધ રહેશે. તમામ પ્રકારના કાર્યક્રમોના આયોજન પર પ્રતિબંધ રહેશે.

​​​​​​​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *