Uncategorized

કોરોનામાંથી સાજા થયા પછી જરૂર કરવો આ ટેસ્ટ, બેદરકારી બની શકે છે જોખમી

કોરોનાવાઈરસની બીજી લહેર: આ સમયમાં રિકવરી રેટને આશાના કિરણ તરીકે જોવાઈ રહ્યું છે. હાથની બહાર નીકળી રહેલી પરિસ્થિતિની વચ્ચે ડોક્ટર્સનું કહેવું છે કે રિકવર થઈ ચૂકેલા દર્દીઓ બને તેટલી ઝડપથી વેક્સિન લઈ લે. આ સિવાય તેમની સલાહ છે કે આવા દર્દીઓ પોતાના આરોગ્યનું પણ ધ્યાન રાખે. તો ચાલો આપણે જાણીએ કે કોરોનાને માત આપીને સાજા થયેલા દર્દીઓએ કયા ટેસ્ટ કરાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં તેમના શરીરના કોઈ અવયવને કોરોનાને કારણે થતા નુકસાનને પહેલેથી જાણી શકાય અને કેસનો ગંભીર થતો અટકાવી શકાય.

એક્સપર્ટ કહે છે કે બલ્ડ અને ઈમ્યૂન સિસ્ટમની સ્થિતિ તમને એ બતાવી શકે છે કે વાઈરસે તમારા શરીરને કઈ હદ સુધી અસર કરી છે. આ સંજોગોમાં ટેસ્ટ અને સ્કેન એ વાતને સમજવા માટે જરૂરી છે કે તમારુ શરીર કેટલા ગંભીર સંક્રમણથી પસાર થઈ રહ્યું છે. એવામાં પોસ્ટ સ્કેન અને ટેસ્ટ દર્દીની રીકવરી અને હેલ્થ સ્ટેટ્સ વિશે જણાવે છે. આ કારણે દર્દીઓએ કોરોનામાંથી રિકવર થયા પછી કેટલાક મહત્વના ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ.

igG એન્ટીબોડી ટેસ્ટઃ ઈન્ફેક્શન સામેની લડાઈ પછી બોડી એન્ટીબોડી પ્રોડ્યુસ કરે છે. જે ભવિષ્યમાં તેને ઈન્ફેક્શનથી બચાવવાનું કામ કરે છે. શરીરમાં એન્ટીબોડીનું લેવલ જાણ્યા પછી તમે માત્ર એ અંદાજ લગાવી શકો છો કે ઈમ્યુન તમારો કેટલો બચાવ કરી રહી છે.

CBC ટેસ્ટઃ કમ્પલીટ બ્લડ કાઉન્ટ (CBC) ટેસ્ટ શરીરમાં વિવિધ પ્રકારની કોશિકાઓની તપાસ માટે કરવામાં આવે છે. તેનાથી દર્દીને એ અંદાજ આવી જાય છે કે કોરોના સંક્રમણની વિરુદ્ધ શરીર કેવી પ્રતિક્રિયા આપી રહ્યું છે. કોરોનામાંથી રિકવર થયા પછી લોકોએ આ ટેસ્ટ જરૂર કરાવવો જોઈએ.

ગ્લૂકોઝ, કોલેસ્ટ્રોલ ટેસ્ટઃ કોરોના ઈન્ફલેમેશન અને ક્લોટિંગની સમસ્યા સર્જી શકે છે, આ કારણે કેટલાક દર્દીઓના બ્લડ ગ્લૂકોઝ અને બ્લડ પ્રેશર લેવલમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. જો તમને ડાયાબિટિસ, કોલેસ્ટ્રોલ કે કાર્ડિએક સાથે જોડાયેલી કોઈ મુશ્કેલી છે તો રિકવરી પછી તેનો એક રૂટીન ટેસ્ટ પણ કરાવી લો.

વિટામિન-ડી ટેસ્ટઃ વિટામિન-ડી એક ખાસ ન્યુટ્રિશન છે, જે આપણી ઈમ્યુન સિસ્ટમને સપોર્ટ કરે છે. ઘણા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રિકવરી દરમિયાન વિટામિન-ડી સપ્લિમેન્ટેશન ખૂબ જ મહત્વનું છે. તે ઝડપથી રિકવર પણ કરી શકે છે. આ કારણે શરીરમાં વિટામિન-ડીની અછતથી બચવા માટે તેનો ટેસ્ટ પણ કરાવી લો.

ચેસ્ટ સ્કેનઃ વાઈરસનો નવો સ્ટ્રેન બહાર આવ્યા પછી HRCT સ્કેન કરાવવાની સલાહ પણ ઘણા ડોક્ટર્સ આપી રહ્યાં છે. જોકે આ બધાએ કરાવવાની જરૂરિયાત નથી. ઘણા મામલાઓમાં લક્ષણ દેખાવવા છતા RT-PCR ટેસ્ટમાં કોરોના પકડાતા નથી. આ કારણે જે લોકોના શરીરમાં કોવિડના લક્ષણ દેખાઈ રહ્યાં છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવી રહ્યો છે, તેઓ ડોક્ટરની સલાહ પર HRCT સ્કેન કરાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *