Uncategorized

ગર્વ છે આ ભારતીય પર: જાતે આ વસ્તુ બનાવીને 600 લોકો સુધી પહોંચાડી મદદ, જાણો

રુદ્રપ્રયાગના રહેવાસી બલજીત સિંહ ચાવલા વર્ષોથી ઓક્સિજન રિલેટેડ પાર્ટ્સના રિપેરિંગ અને વેલ્ડિંગનું કામ કરે છે. કોરોના મહામારી દરમિયાન જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે દેશભરમાં ઓક્સિજન ફ્લોમીટરની અછત થઈ છે. લોકો કાળાબજાર કરે છે, જેને જરૂર છે, તેમને ફ્લો મીટર મળતા નથી. તો એવામાં બલજીતે નક્કી કર્યુ કે તેઓ ખુદ જ ઓક્સિજન ફ્લો મીટર તૈયાર કરશે અને જરૂરિયાત ધરાવતા લોકોને આપશે. માત્ર એક સપ્તાહમાં જ 600 લોકોને તેઓ ઓક્સિજન ફ્લો મીટર આપી ચૂક્યા છે.

38 વર્ષના બલજીત કહે છે કે મેં મારા પિતા પાસેથી રિપેરિંગ અને વેલ્ડિંગનું કામ શીખ્યું છે. અત્યારે ઓક્સિજન ફ્લો મીટર તૈયાર કરૂં છું. મારી સાથે એક વર્કર પણ છે. અમે લોકો અમારી દુકાન પર જ તેને તૈયાર કરીએ છીએ. તેમાં લાગતા પાર્ટ્સ અમે દિલ્હી કે અન્ય શહેરોમાંથી મગાવીએ છીએ. દરરોજ અમે 17-18 કલાક કામ કરી રહ્યા છીએ, જેથી વધુમાં વધુ પ્રોડક્ટ તૈયાર કરી શકાય.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

તેઓ કહે છે કે અત્યારે ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે ફ્લો મીટરની વાત છોડો, તેમાં લાગતા પાર્ટ્સ પણ મુશ્કેલીથી મળી રહ્યા છે. એ પણ મોંઘા ભાવે. જે પાર્ટ્સ મને અગાઉ 50 રૂપિયામાં મળતા હતા, હવે એના માટે 200થી 250 રૂપિયા ચૂકવવા પડે છે.

બલજીત કહે છે કે દરરોજ 70થી 80 લોકોને ઓક્સિજન ફ્લો મીટર ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેના માટે માત્ર રુદ્રપ્રયાગ જ નહીં પણ દિલ્હી, ગાઝિયાબાદ, બરેલી જેવા શહેરોમાંથી પણ લોકો આવી રહ્યા છે. તેઓ કહે છે કે અમારી સમગ્ર કોશિશ છે કે વધુમાં વધુ લોકોની મદદ કરવામાં આવે. જે લોકો સક્ષમ હોય છે અમે તેમની પાસેથી પૈસા લઈએ છીએ પણ જેઓ ગરીબ છે તેમને અમે ઓછી કિમતે કે મફતમાં પણ ફ્લો મીટર આપીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *