GUJARAT

ગુજરાત માં કોરોના નો કહેર અટકાવવા રાજ્ય સરકારે તરત લેવો પડ્યો આ મોટો નિર્ણય ,જાણો અહીં

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.હવે રાજ્યના ધારાસભ્યોઓએ પોતાની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂ.50 લાખની રકમ ફરજિયાત ફાળવવાની રહેશે. તેમજ આ હેતુસર ધારાસભ્યો જરૂરિયાત મુજબ પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટનો ઉપયોગ પણ કરી શકશે.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટિની બેઠકમાં થયેલા નિર્ણય અનુસાર રાજ્યના જનપ્રતિનિધિઓએ આ રકમમાંથી સિવિલ હોસ્પિટલો, અન્ય સરકારી હોસ્પિટલો, દવાખાનાઓ તેમજ મહાનગરપાલિકા-નગરપાલિકા સંચાલિત હોસ્પિટલો દવાખાનાઓમાં કોરોના-19ની પ્રવર્તમાન સ્થિતિમાં તેની સારવાર-નિયંત્રણના અદ્યતન સાધનો-મશીનો ખરીદવા માટે ઓછામાં ઓછા રૂ.50 લાખ ફરજિયાત ફાળવવાના રહેશે.મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે સુચવ્યું છે કે, આ MLA ગ્રાન્ટની જોગવાઇઓ કોવિડ-19 ની વિશિષ્ટ પરિસ્થિતીમાં માત્ર વર્ષ 2021-22 માટે મંજુર કરવામાં આવતા કામોને જ લાગુ પડશે.

ધારાસભ્ય ફંડમાંથી કામો મંજુર કરી તેના અમલીકરણ બાબતે રાજ્ય સરકારની અન્ય પ્રવર્તમાન જોગવાઇઓ યથાવત રાખવામાં આવી છેધારાસભ્યોની ઓછામાં ઓછી રૂ. 50 લાખની આ ગ્રાન્ટમાંથી જે સાધન-સામગ્રી કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ અને સારવાર માટે ખરીદી શકાશે, તેમાં ઓક્સિજન કોન્સન્ટ્રેટર-10 લીટર, હાઈ ફ્લો ઓક્સિજન થેરાપી ડિવાઇસ, બાઇ-પેપ મશીન, મલ્ટી પેરા મોનિટર, સિરિંજ ઇન્ફ્યુઝન પમ્પ(10,20,50 એમ.એલ), લિક્વિડ ઓક્સિજન સ્ટોરેજ ટેન્ક (6000 લીટર) અને પ્રેશર સ્વિંગ એબ્ઝોર્પશન -પી.એસ.એ. ઓક્સિજન જનરેશન યુનિટ (250 અને 500 લીટર)નો સમાવેશ થાય છે.આ ઉપરાંત આવા કામોના અમલીકરણ-ખરીદી માટે નિયત અમલીરણ કચેરીઓએ તેમના સંબંધિત વિભાગના પ્રવર્તમાન નીતિ-નિયમોનું પાલન કરવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *