Uncategorized

કોરોનાને રોકવા અંતે અહીં 15 દિવસના લોકડાઉનનું કરાયું એલાન, જાણો અહીં

આજે આખા દેશમાં કોરોનાનો કહેર સતત વધતો જી રહ્યો છે. કોરોનાા વધતા કેસને લઈને રાજસ્થાનમાં 10 મેથી 24 મે સુધીનું સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામા આવી છે. મુખ્યમંત્રી અશોક ગહેલોતની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 15 દિવસનું સંપૂર્ણ લોકડાઉન લાદવાનો નિર્ણય કરાયો છે. લગ્ન સમારંભ ઘરે અથવા કોર્ટ મેરેજના રૂપમાં જ કરવાની મંજૂરી આપવામાં આવશે. જેમાં ફક્ત 11 લોકો જ સામેલ રહી શકશે.

તો ગ્રામ્ય વિસ્તારોમાં તમામ ધાર્મિક સ્થળો બંધ રહેશે. એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં, એક શહેરમાંથી બીજા શહેરમાં અને શહેરમાંથી ગામડામાં કે ગામડામાંથી શહેરમાં જવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

મેડિકલ સેવાઓ સિવાયના તમામ પ્રકારના ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટના સાધન જેમ કે બસ, જીપ વગેરે પૂરી રીતે બંધ રહેશે. રાજ્ય બહારથી આવતા લોકોને 72 કલાકનો આરટી પીસીઆર નેગેટિવ રિપોર્ટ દેખાડવો ફરજીયાત રહેશે.

નોંધનીય છે કે, રાજસ્થાન સિવાય અન્ય રાજ્યોમાં પણ લોકડાઉન જેવા નિયંત્રમઓ લગાવવામાં આવ્યા છે. દિલ્હીમાં સૌથી પહેલા 19 એપ્રિલે રાત્રે 10 વાગ્યાથી 6 દિવસના લોકડાઉનની જાહેરાત કરાઈ હતી. બાદમાં 25 એપ્રિલે તેને એક સપ્તાહ માટે વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો જે 3 મે સવારે 5 વાગ્યે સમાપ્ત થવાનું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *