Uncategorized

ગુજરાતમાં અહીં બન્યું દેશનું સૌપ્રથમ ગાય આધારિત કોરોના આઇસોલેશન કેન્દ્ર, જાણો

કોરોનાનું સંક્રમણ રોકવા એલોપેથીકની સાથે સાથે આયુર્વેદનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં ગોધામ પથમેડાની ટેટોડા ગૌશાળામાં દેશનું પ્રથમ વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ કોવિડ આઇસોલેશન કેન્દ્ર શરૂ કરાયું છે.

આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને ગાય આધારિત અને આયુર્વેદ આધારિત ઔષધિઓથી સારવાર આપવામાં આવશે. ગૌ આધારિત કોવિડ હોસ્પિટલમાં અત્યારે તો ૪૦ બેડ રાખવામાં આવ્યા છે. જો દર્દીઓ વધશે તો 100 જેટલા બેડ ઉમેરવામાં આવશે.

ગો આધારિત કોવિડ સેન્ટરમાં 5000 ગાયોની વચ્ચે દર્દીઓ માટે એક હોલ બનાવવામાં આવ્યો છે. આ હોલની ચારે બાજુ ઘાસ લગાવવામાં આવ્યું છે તે ઉપરાંત હોલની અંદર કુલર અને પંખાઓ પણ લગાવવામાં આવ્યા છે જેથી દર્દીને ગરમી પણ ન લાગે.

કોરોના ના દર્દીઓને પંચગવ્ય થેરાપી દ્વારા એટલે કે ગાયના દૂધ, ઘી, ગોમૂત્ર અને ગોબરમાંથી બનેલ ઔષધિઓ દ્વારા કોરોનાની સારવાર કરવામાં આવશે.

ગૌ શાળા દ્વારા બનાવામાં આવેલ પંચગવ્ય કીટ દ્વારા પણ કોવિડના દર્દીની સારવાર થશે. દર્દીઓને ગો મૂત્રમાંથી બનાવેલ ઔષધિઓથી નાસ અપાશે. પંચગવ્ય ગ્રીટનો પણ ઉપયોગ કરવામાં આવશે. કોવિડના દર્દીઓ માટે ઓરિસ્સાથી ખાસ પ્રકારની હલદી મંગાવવામાં આવી છે જેનો ઉઓયોગ દર્દીને સાજા કરવા માટે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *