SPORT

WTC 2021: વર્લ્ડકપમાં ભારતની ટીમમાં દેખાશે આ નવા ચહેરાઓ અને આ ખેલાડીઓના કપાશે પત્તા, જાણો

ભારતે 18 જૂન થી ન્યુઝીલેન્ડ સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ની ફાઇનલ મેચ રમવાની છે. જે મેચ ઇંગ્લેંડના સાઉથંપ્ટન માં રમાનારી છે. જેના માટે આગામી બે દીવસમાં ટીમ ઇન્ડીયા નુ એલાન થઇ શકે છે. શક્ય છે કે આજે 7 મે ના રોજ પણ એલાન થઇ શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે, ચાર ઓપનર, ચાર થી પાંચ મિડલ ઓર્ડર બેટ્સમેન, આઠ થી નવ ઝડપી બોલર, ચાર થી પાંચ સ્પિનર અને બે થી ત્રણ વિકેટકીપરની પસંદગી કરવામાં આવી શકે છે.

ઓપનર ના રુપમાં રોહિત શર્મા, મયંક અગ્રવાલ, શુભમન ગીલ, અને કેએલ રાહુલ ને પસંદ કરવાનુ નક્કિ માનવામાં આવે છે. આઇપીએલમાં જબરદસ્ત બેટીંગ કરનારા પૃથ્વી શો ને હજુ કદાચ જ મોકો મળી શકે છે.

સ્પિનર વિભાગમાં રવિન્દ્ર જાડેજાની ટેસ્ટ ટીમમાં વાપસી થઇ શકે છે. તેના ઉપરાંત આર અશ્વિન, અક્ષર પટેલ પણ સાથે રહેશે. વોશિંગ્ટન સુંદર ને પણ ઇંગ્લેંડ લઇ જઇ શકાય છે.

le" style="display:block; text-align:center;" data-ad-layout="in-article" data-ad-format="fluid" data-ad-client="ca-pub-3398713808186582" data-ad-slot="4618692279">

બોલીંગ વિભાગમાં વાત કરવામાં આવે તો, 25 વર્ષીય પ્રસિદ્ધ કૃષ્ણાં ને પસંદ કરવામાં આવી શકે છે. તેણે હાલમાં જ ઇંગ્લેંડ સામે વન ડે સિરીઝમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ.

વિકેટકિપર તરીકે ઋદ્ધીમાન સાહા અને ઋષભ પંત ની સાથે કેએસ ભરત રિપ્લેસમેન્ટના રુપમાં હિસ્સો બની શકે છે. તો બેટ્સમેનમાં હનુમા વિહારી, વિરાટ કોહલી, અજીંક્ય રહાણે અને ચેતેશ્વર પુજારા તો ટીમમાં રહેશે જ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *